ગૃહિણીનું બજેટ વેરવિખેર કરી નાંખે તેટલો સીંગતેલ-કપાસીયા તેલમાં ભાવવધારો થયો
જેમ ચોમાસાની અને તહેવારોની સીઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. 40 રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 1810 રૂપિયાએ પહોંચ્યો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :જેમ ચોમાસાની અને તહેવારોની સીઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. 40 રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 1810 રૂપિયાએ પહોંચ્યો છે.
વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા-જવા માટે વડોદરામાં એવી સુવિધા શરૂ કરાઈ, કે આખુ ગુજરાત લે બોધપાઠ
રાજકોટ સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. બે દિવસમાં એક ડબ્બે રૂપિયા 40નો વધારો જોવા મળ્યો છે. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. માંગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો છે. તો બીજી તરફ, કપાસીયા તેલમાં પણ 10 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 1270 રૂપિયે પહોંચ્યો છે.
અમરેલી : લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થતી 9 લોકોની ગેંગ પકડાઈ
હોમ બજેટની મોટી અસર
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજીયાનુ વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો આવતા જ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે. ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :