Pride Of Gujarat  : ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે 9 દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી. ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ગરબા હવે દેશવિદેશમાં ખ્યાતિ પામી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધી મેળવી છે. યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024ના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાની આપ્યું છે. આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે. 


લોકસભામાં વોટ આપતા પહેલા જાણી લેજો, તમારા વિસ્તારના સાંસદે કેટલા રૂપિયા વાપર્યા


 


દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણના મોત