ઝી બ્યુરો/અમદાવાદ: જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય વિશ્વ ઉમિયાધામ–જાસપુર,  અમદાવાદ મુકામે રાત દિવસ ચાલી રહેલ છે ત્યારે આપણી સૌની માતૃ સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ટ્રસ્ટીઓ, વિવિધ કમિટી ચેરમેનઓ તેમજ કારોબારી સભ્યઓ તેમજ વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદના ટ્રસ્ટીઓ એવમ્ વિવિધ કમિટીઓના ચેરમેનઓની બેઠક યોજાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારે વરસાદ તો હજું બાકી! અંબાલાલે ફરી લોકોને ચેતવ્યા, આ વિસ્તારોમાં સાવધાન રહેજો...


પાટીદારોની બે મુખ્ય સંસ્થાઓની બેઠકમાં બંને દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજપયોગી અને સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી હતી. આ સાથે જ વિશ્વઉમિયાધામ મંદિરના ધર્મસ્તંભના નિર્માણ કાર્યને પણ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ટ્રસ્ટીઓ નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉમિયા માતાજી સંસ્થાનના ઉંઝાના તમામ હોદ્દેદારઓ અને કારોબારી સભ્યઓએ જગત જનની મા ઉમિયાની આરતી ઉતારી દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ વિશ્વઉમિયાધામ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.



ફરી કાજલ હિંદુસ્તાનીએ તેજાબી ભાષણથી સૌને ચોંકાવ્યા, 'ભાઈચારો માત્ર એક તરફ શા માટે?'


બંને સંસ્થાઓ સાથે મળી સમાજ ઉત્થાનનું કામ કરીશું: આર.પી.પટેલ
કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સમસ્ત પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. આજે સમગ્ર વિશ્વઉમિયાધામ ટ્રસ્ટી પરિવાર આપનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આવનાર સમયમાં સમાજના નાના માણસ સુધી સમાજપયોગી કામ પહોંચડવા વિશ્વઉમિયાધામ તત્પર છે. બંને સંસ્થા સાથે મળી સમાજના ઉત્થાન માટે કામ કરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના.



પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓની બેઠક પૂર્ણ, વિશ્વઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન


સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વઉમિયાધામ પણ વિશ્વપ્રસિદ્ધ બનશેઃ M S પટેલ, ઉંઝા
આ ઉપરાંત ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ ( એમ.એસ.પટેલ) કાર્યક્રમ અંગે વાત કરતા જણાવે છે કે વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓ દ્વારા અમારુ સ્વાગત કર્યું તે બદલ આભાર. બંને સંસ્થા એક જ છે. અને સમાજપયોગી કામોમાં અમે વિશ્વઉમિયાધામની સાથે છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવી રીતે વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે તેવી જ રીતે મા ઉમિયાનું વિશ્વનું ઉંચામાં ઉંચું મંદિર એટલે વિશ્વઉમિયાધામ પણ જગપ્રસિદ્ધ થશે.


અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો?