PM Surya Ghar Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે વિવિધ વિકાસ કામોનું ખાતમુહર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં પીએમ મોદીએ PM સૂર્યઘર યોજના વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. હવે તમે કહેશો કે આ યોજના શું છે? અને તેનાથી આપણને શું ફાયદો થાય છે. તો આજે અમે તમને વિગતવાર જણાવીશું. પ્રધાનમંત્રીએ PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલાર રૂફટોપ લગાવવા માટે કેન્દ્ર સરકાર લોન આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે. સોલાર રૂફટોપ લગાવવા માટે કેન્દ્ર સરકાર લોન આપશે અને વધારાની વીજળી પણ સરકાર ખરીદશે. પ્રધાનમંત્રી મોદીએ સૌર ઉર્જા થકી દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાને ‘પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ નામ આપવામાં આવ્યું છે...કેન્દ્ર સરકારે દેશના એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાની આ યોજના માટે અરજીઓ શરૂ કરી દીધી છે અને એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


13 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજના શરૂ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.13 ફેબ્રુઆરી 2024ના રોજ ફી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમા ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનુ આયોજન કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પી.એમ. સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પી.એમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામા આવશે.


કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?
રહેણાક મકાનો માટે પી.એમ.સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસીડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિ.લો વોટ  રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસીડી, 2 કિ.લો વોટ  રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા  60,000 ની સબસીડી, 3 કિ.લો વોટ  રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા  78,000 ની સબસીડી, અને 3 કિ.લો વોટ અથવા તેના કરતા વધારે રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા  78,000 ની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. પી.એમ.સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા લોકો માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.


ફ્રી વીજળીની સાથે મળશે સબ્સિડી
પીએમ ફ્રી વીજળી સ્કીમના હેઠળ અરજી કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમારે https://pmsuryaghar.gov.in દ્વારા અરજી કરવી પડશે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ 300 યુનિટ ફ્રી વિજળીની સાથે સરકાર સબ્સિડીનો લાભ પણ આપી રહી છે, જે સીધા તમારા બેન્ક અકાઉન્ટમાં મોકલવામાં આવશે. Ram Mandirના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિકાસ અને લોકોની ભલાઈ વાળી યોજના ગણાવી હતી.


  • રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.  

  • ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.

  • રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.

  • જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. એમ.જી.વી.સી.એલ લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. 

  • ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી લખવાનો રહેશે. 

  • ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ આઇ.ડી. લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ એસ.એમ.એસ દ્વારા આપને જાણ કરવામા આવશે.