સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગસ્ટના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન મોદી સવારે 9.30 સુરત એરપોર્ટ પર પહોચશે અને ત્યાર બાદ હેલીકોપ્ટર મારફતે વલસાડમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  ગુરૂવારે વલસાડના ધરમપુર અને જૂનાગઢમાં વિવિધ યોજનાઓનાં લોકાર્પણના કામો પુર્ણ કર્યા બાદ સાંજે ગાંધીનગર ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી(FSL)ના ચોથા કૉન્વોકૈશનમાં ઉપસ્થિત રહેશે. 500થી વધું વિદ્યાર્થીઓમાં થી 353 જેટલા વિદ્યાર્થીઓ આ કૉન્વોકેશનમાં ઉપસ્થિત રહેશે, જેમા પીએમ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીતનાં નેતાઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ગુજરાતની રાજકીય પરિસ્થિતી અંગે કરશે ચર્ચા 
આ કૉન્વોકેશનમાં 31 વિધાર્થીઓ ને 40 ગોલ્ડ મેડલ એનાયત થશે જેમા 7 વિદ્યાર્થીઓ અને 31 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં ઉપસ્થિત રહ્યાં છે પરંતુ કૉન્વોકેશનમાં તેઓ પ્રથમવાર ઉપસ્થિત થઈ રહ્યાં છે. અગાઉ પણ આ કાર્યક્રમ નિશ્ચિત થયો હતો જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રદ્દ થયો હતો. મહત્વનું છે, કે પીએમ મોદી આ કૉન્વોકેશન પુર્ણ કર્યા બાદ રાજભવન જશે અને ત્યાં રાજકીય પરિસ્થિતિ અને લોકસભાની ચૂંટણીને લઇ બેઠક પણ કરશે.


વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગેની તમામ માહિતી 
-વડાપ્રધાન મોદી સવારે 9.30 સુરત એરપોર્ટ પર પહોચશે
- સુરતથી હેલીકોપ્ટર મારફતે વલસાડ 12:00 પહોચશે 
-વલસાડનો કાર્યક્રમ પૂર્ણ કરી જૂનાગઢ જવા રવાના થશે
-બપોરે  2:00એ જૂનાગઢ પહોચશે
- એક કલાક જેટલુ જૂનાગઢમાં રોકાણ કરશે.
-જૂનાગઢથી 3:00એ ગાંધીનગર રાજભવન પહોચશે. 
-રાજભવનના 30મિનીટ રોકાણ બાદ FSLના કાર્યક્રમમાં હાજરી આપશે
-ફરીથી ગાંધીનગર રાજભવનમાં નેતાઓ સાથે કરશે બેઠક
-8:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે