ગાંધીનગર : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જ ગુજરાત ભાજપના કાર્યક્રમ કમલમ્ ખાતે હાજર રહેશે. અહીં તેઓ સાંસદો અને ધારાસભ્યો સાથે ખાસ બેઠકનું આયોજન થશે. ગુજરાતના કેટલાક ચોક્કસ લોકોને આ અંગે ગુપ્ત આમંત્રણ અપાયું છે. હાલ કુલ 430 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવનારા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 58 કેસ, 112 રિકવર થયા, એક પણ મોત નહી


વડાપ્રધાન મોદી સીધા જ ગાંધીનગર ખાતેના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવશે. કમલમમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને ગુજરાત પ્રદેશના કેટલાક નેતાઓ હાજર રહેશે. હાલ તો લિસ્ટમાં રહેલા તમામ લોકોનાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. કમલમની યાદીમાં રહેલા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે કમલની સુરક્ષા વ્યવસ્થા પણ મજબુતી કરી દેવાઇ છે. આ ઉપરાંત આમંત્રીતો ઉપરાંત કોઇના પણ પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. 


અમદાવાદમાં PM નો ભવ્ય કાર્યક્રમ: પોલીસની રડારમાંથી મચ્છર પણ છટકી નહી શકે, જડબેસલાક આયોજન


અત્રે ઉલ્લેખનીય છે કે, દેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મી તારીખથી બે દિવસના ગુજરાત પ્રવાસને પગલે શુક્રવારે વિધાનસભામાં એક દિવસ માટે બેઠક નહી મળે. શુક્રવારના દિવસે ખાસ અવકાશ રાખવામાં આવ્યો છે. આ ખાસ અવકાશના બદલે 16 માર્ચે એક જ દિવસમાં બે બેઠકનું આયોજન કરવામાં આવશે. હાલ તો તમામ મંત્રીમંડળ સહિતનો સ્ટાફ પીએમના કાર્યક્રમમાં હાજર રહેવાનો હોવાનાં કારણે વિધાનસભામાં એક દિવસ માટેનો અવકાશ રાખવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube