તૃષાર પટેલ/વડોદરા: દેશ સહિત સમગ્ર રાજ્યમાં 2019 લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે. અને નજીકના ભવિષ્યમાં જ દેશમાં સરકાર રચશે. ગત લોકસભાના સમયે વડોદરા લોકસભા બેઠક ઉપર વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારી નોંધાવી હતી. અને તેઓ જંગી બહુમતી સાથે વિજયી થયા હતા. એટલે કે પાંચ વર્ષ પહેલાં વડોદરા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી વિજેતા નિવડેલ નરેન્દ્ર મોદી સાથે શહેરના કેટલાક લોકોના યાદગાર સ્મરણો જોડાયેલા છે. એ બધામાં વડોદરાના પાણીગેટ ભદ્ર કચેરી તરફ રહેતાં અને ફરાસખાનાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી પાસે દેશના પ્રધાન સેવકના હસ્તાક્ષર વાળા બે ચેકની અનોખી યાદગીરી રહેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા 2014ની ચૂંટણીમાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. વડોદરામાં જંગી બહુમતી સાથે નરેન્દ્ર મોદીની જીત થઇ હતી. પરંતુ આ જીત પહેલા તેઓએ શહેરમાં મતદારો પાસે મત માગવાના હેતુથી રેલી તેમજ જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ આયોજન માટે શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા લાલાભાઇ શ્યામ વાલા કે જેવો ફરાસખાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને સાઉન્ડ મંડપ સહિતની કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી હતી.


ઉમેદવારી ભરતા સમયે દોડાદોડ કરતા જોવા મળ્યા શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ


વડોદરા ખાતે યોજાયેલ આ જાહેર સભા દરમિયાન જે ફરાસખાના નું ખર્ચ થયો હતો તે ખર્ચ નરેન્દ્ર મોદીએ પોતાના અંગત ખાતામાંથી ચૂકવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ પ્રતિષ્ઠિત બને છે ત્યારે તે તેના નામનો ઉપયોગ કરીને કેટલાક કામો કરાવી દેતા હોય છે. તેવા સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાયેલ ફરાસખાના સામાનનો ખર્ચ અંગત બેન્ક ખાતામાંથી ચૂકવીને અનોખી મિશાલ પૂરી પાડી હતી.


[[{"fid":"209041","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"VADODARpmcheck.jpg","field_file_image_title_text[und][0][value]":"VADODARpmcheck.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"VADODARpmcheck.jpg","field_file_image_title_text[und][0][value]":"VADODARpmcheck.jpg"}},"link_text":false,"attributes":{"alt":"VADODARpmcheck.jpg","title":"VADODARpmcheck.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે પણ લાલભાઈ શ્યામવાલા પાસે નરેન્દ્રભાઈની સહી વાળા અને નરેન્દ્રભાઇના અંગત ખાતામાંથી આપેલા ચેકની ફોટોકોપી રહેલી છે. આજે લાલભાઈ મોદીજીનીએ સભા અને દિવસો ભૂલી નથી શકતાં..! વર્ષ 2002માં ગુજરાતના કોમી તોફાનો બાદ હિન્દૂ મુસ્લિમ વર્ગ વચ્ચે ક્યાંકને ક્યાંક થોડો તણાવ જોવા મળ્યો હતો અને તે ઘટનાના ઘા જ્યારે રૂઝાયા ન હોય અને વડોદરાના જ મુસ્લિમ વેપારીને આ પ્રકારની કામગીરી કરવાની તક મળે તે જાણીને લાલભાઈ ગૌરવ અનુભવે છે.


ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર


લાલા ભાઈ શ્યામવાલાએ ઝી 24 કલાક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, એક મુસ્લિમ વેપારી તરીકે તેમના હાથમાં પોતે કરેલા કામની અવેજીમાં મળેલી બીલની રકમ પેટેના ચેક આવે અને જેનાં ઉપર ફક્ત એક રાજ્યના મુખ્યમંત્રી નહીં પણ દેશના વડાપ્રધાન બની ચૂકેલા નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર વાળા ચેક હોય ત્યારે જે ખુશી મળે છે તે વર્ણવી શક્ય નથી. પોતે સાચા ભારતીય મુસ્લિમ તરીકેને ગૌરવ અનુભવતા લાલભાઈએ દેશના વડાપ્રધાન પદે પુનઃ નરેન્દ્ર મોદીને જોવાની ઈચ્છા દર્શાવી હતી..! 



મહત્વનું છે કે નરેન્દ્ર મોદી દ્વારા જે ચેક આપવામાં આવ્યા હતા તે ચેક લાલાભાઇએ વડોદરાની પાણીગેટ ખાતે આવેલી દેના બેન્કની શાખામાં વટાવ્યા હતા. અને બેંક સત્તાધીશોએ પણ આ બાબતની નોંધ લઇને નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરવાળાં ચેકની ફોટોકોપી આજે પણ બેંક ખાતે ડિસ્પ્લેમાં મૂકી છે. આ ઉપરાંત લાલાભાઇ આ બેંકના ખાતેદારો હોવાના નાતે તેઓનું બહુમાન પણ કર્યું હતું.