Loksabha Election 2024: ગુજરાતમાં આજે પીએમ મોદીએ આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી રહ્યા છે. પીએમ મોદીને સાંભળવા માટે જામનગર શહેર-જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા છે. પરંતુ જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામસાહેબ સાથે મુલાકાત કરી છે. જામનગરના પાયલોટ બંગલોમાં PM મોદીએ મુલાકાત કરી છે. આ મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. પીએમ મોદીનું પાઘડી પહેરાવીને જામસાહેબે સ્વાગત કર્યું. આ જ પાઘડી પહેરીને પીએમ મોદી જામનગરની ચૂંટણી સભામાં પહોંચ્યા છે.