પ્રશાંત ઢીવરે/સુરત: PM નરેન્દ્ર મોદીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચન આપતા તંત્ર દ્વારા કોર્સ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં ડાયમંડ બુર્સ ના ઉદ્ઘાટનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું. સૂચન બાદ આ કામગીરી માટે તંત્ર સજ્જ બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શુ ઘાતક સાબિત થશે આગાહી


વહીવટી અધિકારી ડિન સાથે ઓનલાઇન મિટિંગ કરી છે. એકેડેમિક કાઉન્સિલ સાથે તા.૨૧/૧૨/૨૪નાં રોજ સિન્ડિકેટ બોલાવી છે. જેમાં પ્રાથમિકમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મામલે ચર્ચા થશે. એકેડેમિક કાઉન્સિલ સાથે સિન્ડિકેટ બોલાવી છે. જેમાં પ્રાથમિકમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મામલે ચર્ચા થશે. 


આર્કિટેક્ચર અને ટેક્નોલોજીમાં કેમ અજોડ છે સુરતનું ડાયમંડ બૂર્સ? જાણો જાણી અજાણી વાતો


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડા, કુલસચિવ ડૉ. આર. સી. ગઢવીએ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેનેદ્ર પટેલની સૂચનાનું પાલન કરીને વિદ્યાર્થીઓને કારકિર્દીમાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓએ મળતી તમામ શિષ્યવૃત્તિનો લાભ પણ અપાવશે. 


દુનિયાનું સૌથી અજીબોગરીબ કબ્રસ્તાન, જ્યાં વાત કરે છે 'કબરો'! લખેલી છે ડરામણી કહાનીઓ