PM મોદી ફરી ગુજરાત આવશે, 14મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન, જાણો કાર્યક્રમની રૂપરેખા
પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
અતુલ તિવારી/અમદાવાદ: BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમની આજે રૂપરેખા આપવામાં આવી છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
પૂજ્ય અપૂર્વમુની સ્વામીનું સંબોધન
છેલ્લા ઘણા દિવસથી 600 એકરમાં હજારો સંતો સ્વયંસેવકોની મહેનતથી પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે. નગરની પૂર્ણતાના સૌથી પહેલા સમાચાર અને ફોટો આપ દ્વારા બહાર આવવા જોઈએ. પ્રમુખ સ્વામીએ 95 વર્ષનું જીવન સમાજ માટે કુરબાન કર્યું હતું. આ ઉત્સવ માત્ર BAPS નાં સંતો અને ભક્તોનો ઉત્સવ નથી. જે અલગ અલગ જગ્યાઓ અહીં તૈયાર કરાઈ છે, એ અંગે જાણકારી આપવામાં આવશે. તમામ મહાનુભાવો વિશે જાણકારીઓ આપવામાં આવશે.
પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનું સંબોધન
અહીં પહેલાથી છેલ્લા દિવસ સુધી દરેક કાર્યક્રમની અલગ અલગ થીમ અને વિષય વિચારવામાં આવ્યા છે. 14 તારીખે પ્રમુખ સ્વામી મહારાજ નગર સંધ્યા સમયે ઉદઘાટન થશે. 5.30 એ પીએમ અને મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન થશે. સાંજે મહોત્સવ સ્થળનું સંત દ્વાર છે ત્યાં સાંસ્કૃતિક પરંપરા અને વૈદિક સંસ્કૃતિ સાથે દ્વારની વિધિવત ઉદ્દઘાટન થશે. પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિની પૂજન વિધિ થશે. બે સભાગૃહ છે, નારાયણ સભાગૃહ અને પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં વિચાર સમારોહ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 લાખ કરતાં વધુ લોકો હશે, સ્ટેજ કાર્યક્રમ થશે અને સંબોધન પણ ત્યાં થશે. 15 ડિસેમ્બરે નારાયણ સભાગૃહ છે, ત્યાં 1 હજાર લોકો સમાવી શકાય એવો સમારોહ થશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ત્યાં ઉદઘાટન થશે, માનવ ઉત્કર્ષનું આંતરાષ્ટ્રીય અધિવેશન 1 મહિના સુધી ચાલશે. સતત સાંજે 5 થી 7.30 દરમિયાન 1 મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમ થશે. 19 અને 20 તારીખે ટેમ્પલ આર્કિટેકચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. સોમપુરાઓનું સન્માન થશે.
21 અને 22 ડિસેમ્બરે SC અને ST માટે સંતોના યોગદાન સાથે પરિષદ યોજાશે. તેમના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે. 25 મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, ત્રિપુરા આસામ સહિત અલગ અલગ તીર્થ, મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ ઉપસ્થિત રહેશે. 26મીએ સ્વામી નારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. 31મીએ ભારતના 18 સંસ્કૃત યુનિવર્સિટીથી VC આવશે, તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જોવી પડે છે એ હાજરી આપશે.
1 જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 4 જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ કરાશે. 5 મિએ મહિલા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ, 6, 7, 8, 9 અને 11 મીએ મિડલ ઇસ્ટનાં લોકો હાજર રહેશે. યુએસ અને કેનેડાના લોકો 7 અને 8મીએ. યુકે અને યુરોપના લોકો 8મીએ, આફ્રિકા ડે 9 મીએ ઉજવવામાં આવશે. 11 મીએ એશિયા પેસિફિક ડે રહેશે. 12 તારીખે અક્ષરધામ ડે, 13 તારીખે સંગીત દિવસ, 15 જાન્યુઆરીએ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ભારત અને વિદેશના તમામ પ્રસિદ્ધ લોકો હાજરી આપશે. નારી ઉત્કર્ષ મંડપમાં 10 થી 12 વાગ્યા દરમિયાન રોજ મહિલા સંવાદ થશે. બે કોન્ફરન્સ હોલ છે, જેમાં 21 પરિષદ થશે, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદ થશે.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું સંબોધન
નગરમાં જે આકર્ષણ છે એ તમામની વાત અત્યારે શક્ય નથી. મુખ્ય આકર્ષણ અને સમજૂતી આપ સામે રજૂ કરું છું. નગરમાં રહેલા આકર્ષણ પાછળ એક સંદેશ અને હેતુ જોવા મળશે. અહીં સુંદર દ્વાર છે, એ સંત દ્વાર તરીકે બનાવવામાં આવ્યું છે. સંત દ્વારમાં દેશભરના મહાન સંતોની મૂર્તિના દર્શન થશે, તમામ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. કુલ 6 દ્વાર બનાવવામાં આવ્યા છે, જે તમામ એક સરખા મુખ્ય પ્રવેશ દ્વાર જેવા જ લાગશે. જેવા નગરમાં પ્રવેશ કરશો એટલે ટોઇલેટ -બાથરૂમ ઊભા કરાયા છે, ટેમ્પરરી વસ્તુ પર્માનેન્ટ કેવી રીતે બને એ દેખાશે.
તેમણે જણાવ્યું હતું કે, ક્લીન એન્ડ ગ્રીન ઉત્સવ મનાવવામાં આવશે. 1 કરોડથી વધુ પેવર પાથરવામાં આવ્યા છે. જે બિલ્ડરોએ આ પેવર આપ્યા છે, એમને ઉત્સવ બાદ ફરી પાછા આપવામાં આવશે. 'યુઝ, રિયુઝ એન્ડ નેવર એબ્યુઝ'. 10 લાખ કરતાં વધુ છોડ અહીં જોવા મળશે. દરેકને એક એક પ્લાન્ટ ભેટમાં આપવામાં આવશે. ગ્લો ગાર્ડનમાં જશો, એટલે એ સૌંદર્યનું સાતત્ય દેખાશે. પ્રમુખ સ્વામીએ પૃથ્વી પર શ્રદ્ધા જગાવવાનું મોટામાં મોટું કામ કર્યું હતું. ગ્લો ગાર્ડનની શરૂઆતમાં સિંહ જોવા મળશે, જે મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયા એટલે આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે. 8,300 લાઈટ સ્કલપચર બનાવ્યા છે. બાળનગરીમાં 6 થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ તમામ સુવિધાઓ છે, જેની પાછળ એક વિચાર છે. કોઈ પાસે સમય નાં હોય અને 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો છે. આ શોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમાજિક, કૌટુંબિક અને વ્યક્તિગત કેવી લોકોને મદદ કરી એ સમજાશે.