PM મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું, કહ્યું, `બનાસકાંઠા-પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે`
PM Narendra Modi in Gujarat Visit: આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. તો બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે.
PM Narendra Modi in Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત આવી રહ્યા છે. મદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીનું સંબોધન LIVE:
- પીએમ મોદીએ મિશન ડેફ સ્પેસ લોન્ચ કર્યું
- પીએમ મોદીએ ડીસા એર ફિલ્ડ નું વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કર્યું
- પીએમ મોદીએ ડિફેન્સ એક્સપો નું ઉદ્ઘાટન કર્યું
- DefExpo-2022 ની આ ઇવેન્ટ નવા ભારતનું એવું ભવ્ય તસવીર ખેંચી રહ્યું છે, જેનો સંકલ્પ આપણે અમૃતકાલમાં લીધો છે.
- ગુજરાતનો આફ્રિકા સાથે ખાસ સંબંઘ છે. આફ્રિકાથી આવેલા મહેમાનોને કહું છું કે તમે જે ધરતી પર આવ્યા છે એનો આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે. કચ્છના કામદારોએ આ આફ્રિકામાં આધુનિક રેલનો પાયો નાંખ્યો
- મહાત્માગાંધીની પહેલી કર્મભૂમિ આફ્રિકા હતી. આજે આફ્રિકામાં જઇએ તો બધી દુકાનો સેમ છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણાં ગુજરાતીઓ છે
- ભારતે કોરોનાકાળમાં વેક્સિનને લઇને દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે આફ્રિકાને દવા આપી હતી.
- ડિફેન્સ એક્સપોથી નવી તકોનું સર્જન છે. આ વખતે એક્સપોમાં માત્ર મેડઇન ઇન્ડિયાના જ ઉપકરણો છે.
- પહેલીવાર 450થી વધુ MOU સાઇન થયા છે. મને ખુશી છે કે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે.
- આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી લઈને વૈશ્વિક વેપાર સુધી, દરિયાઈ સુરક્ષા વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે.
- આજે ગ્લોબલલાઈઝેશનના સમયમાં મર્ચેન્ટ નેવીની ભૂમિકાનો પણ વિસ્તાર થયો છે.
- દુનિયાની ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે, અને ભારતે તેણે પુરી કરવાની છે. એટલા માટે આ ડિફેન્સ એક્સ્પો, ભારત પ્રતિ વૈશ્વિક વિશ્વાસનું પણ પ્રતિક છે.
- સરકારમાં આવ્યા બાદ અમે બનાસકાંઠાના ડીસા ખાતે ઓપરેશનલ બેઝ બનાવવાનું નક્કી કર્યું અને અમારા સેનાની આ અપેક્ષા આજે પૂરી થઈ રહી છે.
- ડીસા એર બેઝ મામલે પીએમ મોદીએ UPA સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, એર બેઝ માટે વર્ષ 2000માં જમીન આપી દીધી હતી. 14 વર્ષ સુધી કેંદ્રની સરકારે મંજૂરી ના આપી. ફાઈલો એવી બનાવી નાખી હતી કે મને પીએમ બન્યા બાદ પણ 8 વર્ષ મંજૂરી આપતા થયા.
- સ્પેસના ભવિષ્યની સંભાવનાઓને જોતા ભારતે પોતાની આ તૈયારીને આગળ વધારવાની રહેશે
- આપણા ડિફેન્સ ફોર્સેસને નવા Innovative Solutions શોધવાના રહેશે
- સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ના રહે, અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ના રહે, આ આપણું મિશન પણ છે અને વિજન પણ છે.
- રક્ષા ક્ષેત્રમાં ભારત Intent, Innovation અને Implementation ના મંત્ર પર આગળ વધી રહ્યું છે.
- આજથી 8 વર્ષ પહેલા ભારતની ઓળખ દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઈંપોર્ટરના રૂપમાં થતી હતી. પરંતુ ન્યૂ ઈન્ડિયાએ Intent દેખાડ્યં, ઈચ્છા શક્તિ દેખાડી અને મેક ઈન ઈન્ડિયા આજે રક્ષા ક્ષેત્રની સક્સેસ સ્ટોરી બની રહ્યું છે. આગામી 5 વર્ષોમાં આપણા રક્ષા નિર્યાત 8 ગણા વધ્યો છે.
- ભારતીય રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનું મહત્વપૂર્ણ ભાગ બનીરહ્યું છે. અમે ગ્લોબલ સ્ટેંડર્ડને સ્ટેટ ઓફ આર્ટ ઉપકરણોની સપ્લાય કરી રહ્યા છીએ.
- ભારતીય નૈસેનાને INS વિક્રાંત જેવા અત્યાધુનિક એયરફ્રાક્ટ કેરિયરને પોતાના મોટા બેડામાં સામેલ કર્યા છે. આ એન્જિનિયરિંગને વિશાળ અને વિરાટ માસ્ટરપીસ કોચીન શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી ટેકનિકથી બનાવી છે.
- ભારતીય વાયુસેનાએ મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવેલ Light Combat Helicoptersને પણ સામેલ કર્યા છે.
- સેનાઓએ મળીને ઘણા ઉપકરણોની બે લિસ્ટ્સ તૈયાર કરી, જેમાં માત્ર દેશની અંદર જ ખરીદવામાં આવશે. આજે તે 101 આઈટમ્સનું એક બીજું લિસ્ટ જાહેર કરી રહ્યું છે. આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સામર્થ્યને દેખાડે છે.
- આ લિસ્ટ બાદ રક્ષાક્ષેત્રના એવા 411 સાજો સામાન અને ઉપકરણ હશે, જે ભારત માત્ર મેક ઈન ઈન્ડિયા હેઠળ ખરીદશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube