ગાંધીનગર : વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક આવેલા હેલ્થ સેન્ટરમાં જઇને તેઓએ પોતાની કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારા માતા હિરા બાએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હું દેશાં તમામ નાગરિકોને અપીલ કરૂ છું કે, તેઓ પણ પોતાનું નામ આવે ત્યારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube