નર્મદાઃ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરાશે. ત્યારે વડાપ્રધાન મોદી તેના માટે ગુજરાત આવી રહ્યા છે. અંદાજીત સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદી કેવડિયા પહોંચશે. વડોદરા ઉતરાણ કરીને તેઓ સીધા કેવડિયા પહોંચે તેવી શક્યતા છે. જ્યાં સહુ પ્રથમ તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. વેલી ઓફ ફ્લાવરની મુલાકાત બાદ ટેન્ટ સિટીની તેઓ મુલાકાત લેશે. આ 
બન્ને સ્થળોએ આશે 15 થી 20 મિનિટ સુધી તેઓ  નિરીક્ષણ કરશે. ટેન્ટ સિટીની મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમમાં  હાજરી આપશે. જે મુખ્ય કાર્યક્રમ આશરે 1 કલાકનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય કાર્યક્રમ બાદ તેઓ પ્રતિમા તરફ રવાના થશે. પ્રતિમા તરફ જતા રસ્તાની બન્ને બાજુએ જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. પ્રતિમા પાસે પહોંચીને પીએમ મોદી વોલ યુનિટીનું લોકાર્પણ કરશે અને સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરીને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એક્ઝિબિશનની મુલાકાત લેશે. જ્યાં નિરીક્ષણ બાદ લિફ્ટ મારફતે વ્યૂઈંગ ગેલેરી પહોંચશે.  વ્યૂઈંગ ગેલેરીમાંથી આસપાસનો ભવ્ય નજારો જોશે. પીએમ મોદીનો આ સંપૂર્ણ કાર્યક્રમ આશરે 3 કલાકનો રહેશે. 


વડાપ્રધાન મોદીનો 31 ઓક્ટોબરનો સંપૂર્ણ કાર્યક્રમ


  • સવારે 9 વાગ્યે કેવડિયા પહોંચશે PM નરેન્દ્ર મોદી

  • વડોદરા ઉતરાણ કરી સીધા કેવડિયા જાય તેવી શક્યતા

  • કેવડિયા પહોંચ્યા બાદ વેલી ઓફ ફ્લાવર પહોંચશે PM 

  • વેલી ઓફ ફ્લાવરની મુલાકાત બાદ ટેન્ટ સિટીની લેશે મુલાકાત

  • બન્ને સ્થળોએ 15 થી 20 મિનિટ સુધી કરશે નિરીક્ષણ

  • ટેન્ટ સિટીની મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમમાં  આપશે હાજરી

  • 1 કલાક સુધી ચાલશે મુખ્ય કાર્યક્રમ

  • મુખ્ય કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા તરફ થશે રવાના

  • રસ્તાની બન્ને બાજુએ જુદી જુદી ઝાંખીઓ કરશે રજૂ

  • અન્ય રાજ્યોની સંસ્કૃતિ અંગે દર્શાવાશે ઝાંખી

  • સૌ પ્રથમ વોલ યુનિટીનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

  • લોકાર્પણ બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

  • પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક્ઝીબિશનની લેશે મુલાકાત

  • એક્ઝિબિશન બાદ લિફ્ટ મારફથે વ્યૂઇંગ ગેલેરી પહોંચશે

  • PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ આશરે ત્રણ કલાકનો રહેશે