આણંદઃ સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ્ન MSW વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં વિવાદીત નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે. નોંધનીય છે કે, આઈપીસી કલમ 377માં કરાયેલા સુધારા અંતર્ગત આ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે ધાર્મિક ગુરૂઓ અંગે વિવાદિત નિેવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવેન્દ્રસિંહ સમલૈંગિક હોવાની કરી ચુક્યા છે જાહેરાત
રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, "આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.


સુપ્રીમના કલમ 377 અંગે આપેલા ચુકાદા પર ખુશી વ્યક્ત કરી હતી 
સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાંજ આપેલા નિર્ણય પર રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હજુપણ ભારતીય સંવિધાનમાં એવા કેટલાંય કાયદાઓ છે જેનો કોઈ અર્થ નથી. આપણને આઝાદી તો મળી છે, પરંતુ અંગ્રેજોએ બનાવેલા કાયદાથી આઝાદી મળવી જોઈએ તે પણ જરૂરી છે. કલમ 377માં સુધારો જરૂરી જ હતો અને તે થયો છે તેને અમે આવકારીએ છીએ. વધુમાં સમાજ પણ અમને સહજતાથી આવકારે અને સેક્સને આનંદની રીતે લેવાય તેવી અમારી માંગ છે. સેક્શન 377માં કરાયેલા સુધારાને યુએને પણ આવકારી અને અમારી લડત માટે અમને લેખિતમાં શુભકામના પાઠવી હતી. જોકે, તેમાં ક્યાંય લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ નથી. પણ માનવઅધિકારનો ઉલ્લેખ છે. જે વિશિષ્ટ બાબત છે.


વાંચો : રાજવી માનવેન્દ્રસિંહ બનાવશે દેશનું પ્રથમ ગે ઓલ્ડએજ હાઉસ