અતુલ તિવારી, અમદાવાદ: માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મુકાયા હોવાની રજૂઆત કરતો વીડિયો સામે આવ્યો છે. શિક્ષિકાએ પોતાની વેદના વીડિયોના માધ્યમથી વ્યક્ત કરી છે. વસ્ત્રાલની રાજ માધવ વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષિકાએ નોકરી માટે ન આવવા જણાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ: લોકડાઉનમાં બેરોજગાર થતા યુવાનનો આપઘાત


8 જૂનથી શાળા શરૂ થતાં શિક્ષિકાએ પ્રિન્સિપાલ પાસે એક દિવસની રજા માગી હતી. જે શાળા તરફથી મંજૂર રાખવામાં આવી હતી. તે સમયે શિક્ષિકાએ કહ્યું હતું કે, હું 10 તારીખથી શાળામાં આવી જઈશ. શાળાએ એક દિવસની રજા આપ્યા બાદ બીજા દિવસે ફોન કરી જોબ ઉપર ન આવવાનું કહેવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- સુરતની વિવેકલિન મિલમાં ડ્રમ મશીનમાં લીકેજથી 7 દાઝ્યા, 2 કામદારના મોત


શિક્ષિકા જે વિસ્તારમાં રહે છે તે કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતો હોવાથી સ્કૂલને જાણ કરાઈ હતી. પોતાના ઘરની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ વધુ હોવા અંગે શિક્ષિકાએ સ્કૂલમાં જાણ કરી હતી. પ્રિન્સિપાલ દ્વારા શિક્ષિકાને ફોન કરી નવી જોબ શોધી લેવા કહી દેવામાં આવ્યું હતું. શિક્ષિકા રાજ માધવ વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં બીએ અને ઇકોનોમિક્સ ભણાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube