રામભરોસે વિદ્યાર્થીઓ! શિક્ષકોના વિદેશમાં જલસા; સુરતના આચાર્ય વર્ષમાં 33 વાર દુબઈ ગયા, થયો ચોંકાવનારો ખુલાસો
સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય સંજય પટેલ સરકારનો મફત પગાર મેળવે છે પરંતુ દુબઈમાં વેપાર-ધંધો કરતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક તરીકેનો પગાર ચૂકવી રહી છે પરંતુ સંજય પટેલ રજા લઇને દુબઇમાં બિઝનેસ કરતો હોવાનો ખુલાસો થયો છે.
ઝી બ્યુરો/સુરત: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય રજા લઇને દુબઇમાં જલસા કરતો હોવાનો ખુલાસો થયો હતો. આચાર્ય ગેરહાજર રહેવાનો વિવાદ સામે આવતા જ એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સુરત નગરપાલિકા શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક 285ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા તપાસ શરૂ કરાઈ હતી. આ ફરિયાદના આધારે આચાર્ય ડિસમિસ કરવા સુધીના પગલાં તંત્ર લઇ શકે છે
આચાર્ય સંજય પટેલના અપહરણ બાદ નવો વિવાદ
મળતી જાણકારી અનુસાર, સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય સંજય પટેલ સરકારનો મફત પગાર મેળવે છે પરંતુ દુબઈમાં વેપાર-ધંધો કરતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક તરીકેનો પગાર ચૂકવી રહી છે પરંતુ સંજય પટેલ રજા લઇને દુબઇમાં બિઝનેસ કરતો હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક સમયમાં 33 વખત દુબઈનો પ્રવાસ કર્યાનો ખુલાસો થયો છે. સ્નેહ રશ્મી શાળાના આચાર્ય સંજય પટેલના અપહરણ બાદ નવો વિવાદ ઉભો થયો છે.
વર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી
સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ પર ગંભીર આરોપો થઈ રહ્યા છે. આચાર્ય સંજય પટેલ ભણવવા સાથે વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતાં હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની પણ મળી ફરિયાદ હતી. વર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે. આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. સંજય પટેલની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની કંપની પણ છે. જે રજીસ્ટ્રેશન પણ થયેલી છે. એમની પોતાની કંપનીની દુબઈની આઈડી પણ છે. સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઇ ઉતરી ગયા છે.
આચાર્ય સંજય પટેલને યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની કંપની
સંજય પટેલનું અપહરણ થયાની અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્નેહ રશ્મી શાળાનો આચાર્ય સંજય પટેલ નગર શાળામાંથી રજા લઈને દુબઈમાં વેપાર-ધંધા માટે સ્થાયી થયાની ચર્ચાએ જોર પકડ્યુ છે. છેલ્લા 10 વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આચાર્ય સરકારી શાળામાં કામછોડી દુબઈમાં વ્યાપાર કરે છે તેની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની રજીસ્ટર્ડ કંપની પણ છે અને કંપનીની પોતાની દુબઈની આઈડી પણ છે. આ સાથે વેપાર હેતુસર આચાર્ય વર્ષ 2023ની 16 જુલાઈથી લઈને 22 જૂન, 2024 દરમિયાન 33 વખત UAEમાં પ્રવાસ કર્યો છે.
ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરાશે
નિયમ પ્રમાણે કોઈપણ સરકારી શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.