મૌલિક ધામેચા/અમદાવાદ : આધુનિક યુગમાં સરકારી કચેરીઓમાં પણ સમયની સાથે ફેરફાર થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ભવન પરિસરમાં અત્યાધુનિક તાલીમ કેન્દ્ર બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. જેથી ગુજરાતમાં ભારતની સર્વશ્રેષ્ઠ તાલીમ સેન્ટરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ નજારો જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે પ્રોજેક્ટ કોઈ અમેરિકા કે અન્ય દેશમાં તૈયાર થનાર પ્રોજેક્ટ નથી. પણ આ અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં ગુજરાત રાજય જેલ અને સુધારાત્મક વિભાગની ગુજરાતની એક માત્ર તાલીમ અકાદમી ગુજરાત ઇન્સ્ટીય્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનીસ્ટ્રેશન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવળી ગંગા: વહુના ત્રાસથી કંટાળેલા સાસુએ આત્મહત્યા કરી લીધાનો ચકચારી કિસ્સો...


આ એકેડમીમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજયના કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રેનિંગ લેવા આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં સરકાર દ્વારા ₹ 28 કરોડ મંજૂર પણ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રિઝન સર્વિસમાં જોડાતા જેલસિપાહીથી લઈને DYSP સુધીના અધિકારીઓને પદ્ધતિસર તાલીમ મળે તેવી વ્યવસ્થાનો અત્યાર સુધી અભાવ હતો. માત્ર તાલીમશાળામાં એક મકાન અને ખુલ્લા મેદાન સિવાય કંઈ નહોતું. પરંતુ હવે રાજ્યની પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ રહી છે. જે તાલીમશાળા હવે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિઝન્સ ઍન્ડ કરેક્શનલ ઍડમિનિસ્ટ્રેશનના નામે ઓળખાશે. 


JIO કંપની ટાવર નાખવાને બદલે આપી રહી છે લાખો રૂપિયા ભાડું, અનેક ખેડૂતોના ખીસ્સા ખાલી


અત્યંત આધુનિક અકૅડેમી બનાવવા માટેની ડિઝાઇનનું કામ દેશના જાણીતા આર્કિટેક્ટ ક્રિસ્ટોફર બેનિન્જરને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેકટ થકી તમામ જેલ કર્મીઓ ફરજ પર હાજર થતાં અગાઉ જ જેલમાં કેવી રીતે કામગીરી કરવી તેની તાલીમ મેળવશે. પોલીસ, જ્યુડિશિયરી તથા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે સંકળાયેલી અન્ય એજન્સીના કર્મચારી-અધિકારીઓને પણ અહીં તાલીમ મળી શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવશે. આ સેન્ટરમાં ન્યૂ દિલ્હીના બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંકલનમાં રહી સ્પોન્સર્ડ કોર્ષિસ પણ ચલાવવામાં આવશે. ઈન્સ્ટીટ્યૂટમાં પબ્લિકેશન વિભાગ અલગથી કાર્યરત કરવામાં આવશે. સિનિયર અધિકારીઓના રોકાણ માટે ખાસ ઓફિસર હોસ્ટેલ હશે.


ગુજરાતમાં પણ તાલીબાનો આવી પહોંચ્યા? કાચા પોચા હૃદયના લોકો ન જુએ આ વીડિયો


કેદીઓ જેલમાંથી બહાર નિકળ્યા બાદ બેરોજગારીનાં કારણે ખોટા રસ્તે ન ઉતરે અને તેને રોજગારી સાથે સ્વમાનભેર જિંદગી જીવી શકે તે જેલવડાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમા બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દિલ્હીના ડાયરેક્ટર અને પોલિસ મહાનિરિક્ષક અનુપમા નિલેકર ચંદ્રાએ જેલભવનની મુલાકાત લીધી હતી તે સમયે આ પ્રોજ્કટની ખૂબ પ્રશંસા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube