બનાસકાંઠા: અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો અકસ્માત, 1નું મોત 10 ઘાયલ
અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. સમરવાડા નજીક ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
પાલનપુર : અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. સમરવાડા નજીક ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ લોકોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટના અંગે માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉતરાયણને ગણત્રીનાં દિવસો બાકી, ગુજરાતીઓ પુરજોરમાં કરી રહ્યા છે તૈયારી
ડ્રાઇવરને કાઢવા માટે 3 કલાક ની મહેનત લાગી
મોડી રાત્રે 4 વાગ્યાના સુમારે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. બસનો ડ્રાઇવર સાઇડનો ભાગ તુટી ગયો હતો. કેબિનનો પણ ફુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં 3 કલાકની જહેમત બાદ કેબિનમાંથી ડ્રાઇવરને જીવીત બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે પોલીસ 2 કલાક જેટલા સમય સુધી નહી આવતા લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર ડમ્પર ચાલકને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોમાં પોલીસની બેપરવાહી અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતીઓની સલામતી માટે ટ્રાફીક પોલીસનો માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ
સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય આરંભાયુ
અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતને જોનારા લોકોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ નહી આવતા સ્થાનિક લોકો દ્વારા જ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. મોટા ભાગની કાર્યવાહી પુર્ણ થઇ ગયા બાદ 2 કલાકે પોલીસ કાફલો પહોંચ્યો હતો. સ્થાનિલ લોકોમાં પોલીસની લાલીયાવાડી મુદ્દે ખુબ જ રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube