લાંચ કેસમાં જેતપુરથી ફરાર DySP જે.એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી
8 લાખની લાંચ માગવાના કેસમાં જેતપુર પોલીસ સ્ટેશનેથી 5 દિવસ પહેલા ફરાર થયેલા DySP જે. એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી આવી છે. કારમાંથી પોલીસને જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જોકે, DySP ભરવાડના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. પોલીસ તેમને શોધી રહી છે.
મૌલિક ધામેચા/અમદાવાદઃ રૂ.8 લાખની લાંચ માગવાના કેસમાં જેતપુર પોલીસ સ્ટેશનેથી 5 દિવસ પહેલા ફરાર થયેલા DySP જે. એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી આવી છે. કારમાંથી પોલીસને જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જોકે, DySP ભરવાડના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. પોલીસ તેમને શોધી રહી છે.
DySP જે.એમ. ભરવાડ હાલ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફરજ પર છે. મુળ ઘટના એવી છે કે, DySP ભરવાડ સામે ફરિયાદ કરનારા ફરિયાદીના મિત્રનું નામ જેતપુર તાલુકાના પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હતું. આથી, DySP જે.એમ. ભરવાડે ફરિયાદી પાસે રૂ. 10 લાખની લાંચ માગી હતી. વાતચીત પછી અંતે લાંચ પેટે રૂ.8 લાખ આપવાનું નક્કી થયું હતું.
જાગૃત નાગરિકે DySP જે.એમ. ભરવાડ દ્વારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ ACBમાં કરી હતી. આથી, ACB દ્વારા લાંચ માગનારાને રંગેહાથ ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની યોજના મુજબ ફરિયાદી દ્વારા લાંચ આપવા માટે DySPને રાજકોટમાં આવેલી આવરાક રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યા હતા. જોકે, DySP જે.એમ. ભરવાડ લાંચ લેવા પોતે આવ્યા ન હતા, પરંતુ પોતાના એક કોન્સ્ટેબલને મોકલ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી 63.38 ટકા વરસાદ પડ્યો, 36 જળાશયો 50 ટકા સુધી ભરાયા
રાજકોટની આવરાક રેસ્ટોરન્ટની જાહેર જગ્યામાં લાંચ લેવા આવેલા કોન્સ્ટેબલને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પકડી લેવાની જાણ થતાં જ DySP જે.એમ. ભરવાડ કે જેઓ રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે, ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે જ્યારે કોન્સ્ટેબલની પુછપરછ કરી તો તેણે જણાવ્યું કે, તે DySP જે.એમ. ભરવાડ વતી લાંચ લેવા આવ્યો હતો.
ACB છેલ્લા 5 દિવસથી લાંચ કેસના આરોપી અને ફરાર એવા DySP જે.એમ. ભરવાડને શોધી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદના સોલા ખાતે આવેલા કારગિલ પેટ્રોપ પંપ પાસેથી DySP જે.એમ. ભરવાડની ખાનગી કાર પોલીસને મળી આવી છે. આ કારમાં DySP જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ પોલીસને મળ્યો છે, પરંતુ DySPના કોઈ સગડ મળ્યા નથી.
જૂઓ LIVE TV.....