ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું
સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે
અતુલ તિવારી/અમદાવાદ :સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે. ગુજરાતની ખાનગી કોલેજોની ફી (Fee) માં કેવી રીતે રાહત આપી શકાય તે મામલે FRC એ સેલ્ફ ફાઈનાન્સ ટેકનિકલ કોર્સ કોલેજ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે ખાનગી કોલેજના સંચાલકોએ ફી ઘટાડો શક્ય ના હોવાનું FRC ને જણાવ્યું છે.
આ પણ વાંચો : અંબાણી પરિવારની નાની વહુનું પિયર પણ છે ધનાઢ્ય, દાદાએ મુસીબતો વેઠીને ઉભુ કર્યું હતું ‘મર્ચન્ટ સામ્રાજ્ય’
કોલેજની સ્પષ્ટતા, ફી ઘટાડો શક્યતા નથી
ખાનગી કોલેજોમાં ફી ઘટાડા મુદ્દે કોલેજ સંચાલકોએ ચાલુ વર્ષે ફી વધારો નહિ કરવાની ખાતરી આપી છે. પરંતુ ફીમાં રાહત આપી નહીં શકાય તેવું સ્પષ્ટ જણાવ્યું છે. ફેકલ્ટીનો પગાર, વહીવટી ખર્ચા, ઇન્ટરનેટ ખર્ચ, લાઈટ બિલ તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ ફી ભરી નહીં હોવાના કારણો રજૂ કરી ફીમાં રાહત ના આપી શકાય તેવું FRC ને જણાવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ : 300ના કાફલા સાથે વટવા વિસ્તારમાં વીજ ચોરી માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ
સરકાર લેશે અંતિમ નિર્ણય
જોકે, બીજી તરફ ખાનગી કોલેજના સંચાલકોએ આર્થિક નબળી સ્થિતિ હોય તેવા વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા તૈયારી બતાવી છે. ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતની કોલેજોના સંચાલકો પાસેથી FRC એઅભિપ્રાય માંગ્યો હતો. ત્યારે ખાનગી સંચાલકોએ આપેલો અભિપ્રાય FRC સરકાર સુધી પહોંચાડશે. ત્યાર બાદ કોલેજમાં ફી માટે રાહત આપવી કે નહીં તે અંગે નિર્ણય સરકાર લેશે. સ્કૂલ ફીની જેમ કોલેજ ફીમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ કોર્ટ પણ પહોંચ્યા છે.