અમદાવાદ : વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્પેસ ક્ષેત્રમાં ભારત કેટલું આગળ વધી શક્યું હોત પરંતુ ન વધી શક્યું કારણ કે અગાઉની સરકારો નીતિ નિર્ધારણ કરવામાં ઉણી ઉતરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે આભ કરતા પણ વધારે શક્યતાઓ છે. શક્યતાઓ એટલી બધી વધારે છે કે, કદાચ આકાશ પણ ટુંકુ પડે. જો કે હવે અમારી સરકારે આ દિશામાં કામ હાથ ધર્યું છે અને અમારૂ પહેલું પગલું એટલે ઇન સ્પેસન આ તેનું પ્રથમ પગલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને પોતાના સંબોધનમાં ખુબ જ મહત્વની પરંતુ ગર્ભીત ટકોર કરી હતી જેના તરફ ખુબ જ ઓછા લોકોનું ધ્યાન ગયું હતું, આ ટકોર અંગે અમે તમને જણાવી રહ્યા છીએ. 


(1) સ્પેસ ઇન્ડસ્ટ્રી અસિમિત તકો સાથે ભવિષ્ય આંબવા માટે તૈયાર
ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ઇન સ્પેસનું લોન્ચ થવું વોટ ધીસ સ્પેસ મોમેન્ટ જ છે. ઇન સ્પેસ ભારતના યુવાનોને ભારતના બેસ્ટ સાયન્ટિફિક માઇન્ડ્સને પોતાનું ટેલેન્ટ દેખાડવા માટેનો એક અભુતપુર્વ અવસર છે. પછી તેઓ સરકારમાં કામ કરતા હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય ઇન સ્પેસ તમામ માટે ખુબ જ સરસ અવસર લાવ્યું છે. ઇન સ્પેસમાં ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા માટેની ક્ષમતા છે. એટલે જ હું આજે જરૂર એ વાતને કહીશ કે વોચ ધીસ સ્પેસવ, ઇટ સ્પેસ ઇટ ફોર સ્પેસ, સ્પેસ ફોર પેસ, સ્પેસ ઇટ ફોર એસ


(2) ખાનગી વૈજ્ઞાનિકોને વેપારી સમજવામાં આવ્યા
દશકો સુધી ભારતમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને માત્ર વેન્ડર તરીકે જ જોવામાં આવ્યા હતા. સરકાર જ તમામ પ્રોજેક્ટ પર કામ કરતી હતી. આપણા પ્રાઇવેટ સેક્ટરના લોકો પાસેથી જરૂરિયાત અનુસાર બસ થોડા પાર્ટ્સ અને્ ઇક્વિપમેન્ટ લઇ લેવાતા હતા. પ્રાઇવેટ સેક્ટરને માત્ર વેન્ડર બની શકવાના કારણે આગળ વધરવાના રસ્તાઓ અવરુદ્ધ રહ્યા. એક દિવાલ જ રહી હતી. જે સરકારી વ્યવસ્થામાં નથી પછી તે ગમે તેટલો ટેલેન્ડેટ હોય તે સ્પેસ સેક્ટરના પોતાના આઇડિયા પર કામ જ કરી શકતા નહોતા. આ તમામમાં નુકસાન તો દેશનું જ થઇ રહ્યું હતું. નુકસાન તો દેશનું થઇ રહ્યું હતું. આ વાતના સાક્ષી છે કે આખરે આઇડિયા જ વિનર્સ બનાવે છે. 


(3) હવે ખાનગી સંસ્થાઓ ઇસરોના સંસાધનોનો ઉપયોગ કરી શકશે
સ્પેસ સેક્ટરમાં રિફોર્મ કરીને તેને તમામ બંધનોમાંથી મુક્ત કરીને ઇન સ્પેસના માધ્યમથી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીને દેશ આજે વિનર્સ બનાવવા માટેના અભિયાનનો પાયો નાખી રહ્યો છે. આજે પ્રાઇવેટ સેક્ટર માત્ર વેન્ડર બનીને નહી રહે પરંતુ સ્પેસ સેક્ટરમાં બિગ વિનર્સની ભુમિકા પણ નિભાવશે. ભારતના સરકારી સ્પેસ સંધાનોનું સામર્થ અને પ્રાઇવેટ સેક્ટરનું પેસન જ્યારે જોડાશે ત્યારે તેના માટે આકાશ પણ ટુંકુ પડશે. ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. જે પ્રકારે ભારતના આઇટી સેક્ટરનું સામર્થ આજે વિશ્વ જોઇ રહ્યું છે તેવી જ રીતે આગામી દિવસોમાં ભારતના સ્પેસ સેક્ટરની શક્તિ એક નવી જ ઉંચાઇ પર હશે. ઇન સ્પેસ સ્પેસ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ અને ઇસરોની વચ્ચે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી ફેસિલિટેટ કરવાનું કામ કરશે. પ્રાઇવેટ સેક્ટર ઇસરોના રિસોર્સનો ઉપયોગ કરીને ઇસરો સાથે મળીને કામ કરી શકે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. સાથીઓ સ્પેસ સેક્ટરમાં આ રિફોર્મ કરતા સમયે મને હંમેશા ભારતના યુવાનોનું અસિમ સામર્થ યાદ રહ્યું. હમણા જ સ્ટાર્ટઅપમાં જઇને આવ્યો તેમાં ખુબ જ યુવાનો ખુબ જ મજબુત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. તેમને હું શુભકામનાઓ પાઠવું છું. 


(4) દેશના યુવાને અત્યાર સુધી સ્પેસ ક્ષેત્રે અન્યાય થયો
સેક્ટરમાં પહેલાની જે વ્યવસ્થા હતી તેમાં ભારતના યુવાનોને તક ઓછી મળતી હતી. ભારતના યુવાનો પોતાની સાથે ઇનોવેશન અને એનર્જી અને સ્પિરિટ ઓફ એસ્પરેશન લઇને આવે છે. તેમની રિસ્ટ ટેકિંગ ટેક્નિક ખુબ જ હોય છે. તે કોઇ પણ દેશ માટે ખુબ જ જરૂરી હોય છે. જો કોઇ યુવાન ઇમારત બનાવવા માંગે તો આપણે તેને કહી શકીએ કે માત્ર pwd પાસે જ બનાવડાવે. કોઇ યુવાન કંઇક નવું કરવા માંગે તો આપણે તેને કહી શકીએ કે આ કામ માત્ર સરકાર જ કરશે. આ સાંભળીને જ વિચિત્ર લાગે છે. પરંતુ આપણા દેશમાં આવી જ સ્થિતિ હતી. દેશનું દુર્ભાગ્ય રહ્યું કે, સમય સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રીક્શ વચ્ચેનું અંતર ભુલાવી દેવાયું. આજે ભારતનો યુવાન રાષ્ટ્રનિર્માણમાં મહત્તમ ભાગીદાર બનવા માંગે છે તો આપણે તેની સામે એવી શરત ન મુકી શકીએ કે જે કરવું હોય તે સરકારી રસ્તે જ કરો. આવો જમાનો જતો રહ્યો અમારી સરકાર ભારતના યુવાનોની સામેથી દરેક અવરોધને હટાવી રહી છે. 


(5) દેશમાં આગામી સમય ખાગની કંપનીઓ માટેનો છે
ડિફેન્સ સેક્ટરને પ્રાઇવેટ પ્લેયર માટે, આધુનિક ડ્રોન બનાવવું. જિયો સ્પેસ, વર્ક ફ્રોમ એની વેર ઇનટેલિકોમ સેક્ટર તમામ પ્રકારે સરકાર કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે ઇઝ ઓફ ડુઇંગનું વાતાવરણ બનાવીએ. જેાથી આ સેક્ટર દેશનાં ઇઝ ઓફ લિવિંગમાં મદદ કરી શકે. ઇ સ્પેસની ટેક્નીકલ લેબ અને ક્લિન રૂમ પણ જોઇ રહ્યો હતો. અહીં સેટેલાઇટની ડિઝાઇન, ફેબ્રિકેશન અને ટેસ્ટિંગ માટેના આધુનિક ઉપકરણ ભારતીય કંપનીઓ માટે ઉપલબ્ધ હશે. અહીં અન્ય પણ ઘણી આધુનિક ફેસેલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 


(6) કોણ આવશે તેવો સવાલ હતો ત્યાં ઉદ્યોગપતિઓએ લાઇન લગાવી દીધી
સ્પેસ અને સ્પેસ સ્ટાર્ટઅપના લોકોને વાત કરવાની તક મળી. મને યાદ છે કે, અમે રિફોર્મ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કોણ પ્રાઇવેટ પ્લેયર આવશે. જો કે આજે 60 થી વધારે ભારતીય પ્રાઇવેટ કંપનીઓ લીડ કરી રહી છે. તેને જોઇને મને ખુબ જ આનંદ થયો છે. મને ગર્વ છે કે અમારા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીના સાથીઓને લોન્ચ વેહિકલ, સેટેલાઇ, ગ્રાઉન્ડ સેગમેન્ટ અને સ્પેસ એપ્લીકેશન ક્ષેત્રે ઝડપથી કામ શરૂ કરી દીધું છે. પીએસએલવી રોકેટ માટે પણ ભારતીય પ્રાઇવેટ કંપનીઓ આગળ આવી છે. અનેક કંપનીઓએઅ પોતાના રોકેટની ડિઝાઇન પણ તૈયાર કરી લીધી છે. આ અસિમિત તૈયારીઓ માટે હું ઉદ્યોગપતિઓ, યુવા ઉદ્યમીઓ અને વૈજ્ઞાનિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ. આ સંપુર્ણ યાત્રામાં જે નવો વળાંક આવ્યો છે નવી ઉંચાઇનો રસ્તો પસંદ કર્યો છે તેના માટે હું કોઇને મહત્તમ શુભકામના પાઠવવી હોય તો તેમાં સૌથી વધારે ફાળો રહ્યો છે.


(7) સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં એકહથ્થું શાસન જતું કરી ISRO એ મોટા મને પ્રાઇવેટ પ્લેયર્સને પ્રવેશ આપ્યો
આ સંપુર્ણ યાત્રામાં જે નવો વળાંક આવ્યો છે નવી ઉંચાઇનો રસ્તો પસંદ કર્યો છે તેના માટે હું કોઇને મહત્તમ શુભકામના પાઠવવી હોય તો તેમાં સૌથી વધારે ફાળો આપણા ઇસરોના લોકોને આપવો છે. જુના ઇસરોના સચિવ પણ બેઠા છે જેમણે આ પ્રોજેક્ટને ખુબ જ હોંશથી આગલ વધાર્યો. હું તમામ ક્રેડિટ આ વૈજ્ઞાનિકોને આપુ છું. સ્ટાર્ટઅપ વાળાને ખબર છે કે, આટલા મહત્વપુર્ણ નિર્ણયના કારણે દેશને શું આપવા માટે બુલંદ હોસલાઓ રાખે છે. ઇશરોએ ખુબ જ સહયોગ આપયો હતો. જ્યાં પોતાની જ માલિકી હતી તેને હવે નાગરિકોને સમર્પીત કરવા માટેની તૈયારી પણ દર્શાવી છે. આપણે હાલમાં આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉઝવી રહ્યા છીએ


(8) સ્પેસ ટેક્નોલોજી હવે નાગરિકોનાં પર્સનલ સ્પેસમાં પણ પ્રવેશવા જઇ રહ્યું છે
 સામાન્ય માણસના જીવનમાં સ્પેસ ટેક્નોલોજીની જે ભુમિકા છે તે રોજિંદા જિવનમાં જે પ્રકારે સ્પેસ ટેક્નોલોજી વણાઇ ગઇ છે. તેના તરફ આપણું ધ્યાન નથી જતું. આપણે ટીવી જોઇએ આટલી બધી ચેનલો છે તે સેટેલાઇની મદદથી જ થાય છે. આપણે ટ્રાફીક જોવા માટે મેપ ખોલીએ તો તે સેટેલાઇટની મદદથી થઇ રહ્યું છે. અર્બન પ્લાનિંગના કામ, રોડ, બિલ્ડિંગ, હોસ્પિટલ, ગ્રાઉન્ડ વોટર, ઇન્ફ્રાપ્રોજેક્ટનું મોનિટરિંગ સેટેલાઇની મદદથી થઇ રહ્યા છે. કોસ્ટલ એરિયાના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ માટે સ્પેસ ટેક્નોલોજીની ખુબ જ મોટી ભુમિકા છે. સમુદ્રમાં જતા સેટેલાઇટ દ્વારા જ ફિશિંગ અને સમુદ્રી તોફાનની મદદ મળે છે. વરસાદ, સાયક્લોન સહિતની તમામ માહિતી મળે છે. સાયક્લોન ક્યાં કેટલાક મિનિટ, ક્યાં ફોલન કરશે અને કેટલો સમય ચાલશે તે તમામ બારિકીઓ સેટેલાઇથી જ મળે છે. ફાર્મિંગ ક્ષેત્રે પણ સોઇલ કાર્ડ હોય ફસલ વિમા યોજના હોય તે તમામ માં સેટેલાઇટ છે. આજના આધુનિક એવિએશન ટેક્નોલોજીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 


(9) UPSC થી માંડી બાલમંદિર સુધીનો વિશ્વ કક્ષાનો અભ્યાસક્રમ ઘરે બેઠા મળશે
ભવિષ્યમાં અને આ વખતના બજેટમાં ટીવીના માધ્યમથી બાળકોને ટ્યુશન આપવાનો પ્રયાસ કર્યો છે. જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જઇ રહ્યા છે અને ગામ છોડી શહેરમાં ખુબ જ મોંઘી ફી આપીને ભણવું પડે છે તેમનો સિલેબસ તૈયાર કરાવી રહ્યા છીએ. જેથી ઘરે બેઠા વિદ્યાર્થી upsc જેવી અધરી પરીક્ષા પણ પાસ કરી શકે છે. તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. ભવિષ્યે આવા જ અનેક ક્ષેત્રમાં સ્પેસ ટેકનો ઉપયોગ વધવાનો છે. સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય માણસ સુધી કઇ રીતે પહોંચાડી શકીએ અને ઇઝ ઓફ લિવિંગનું માધ્યમ બને કઇ રીતે દેશના વિકાસ અને સામર્થ માટે કરી શકીએ તે દિશામાં ઇન સ્પેન અને પ્રાઇવેટ પ્લેયર્સને કામ કરવાની જરૂર છે. 


(10) સમગ્ર વિશ્વ સહિત આપણા દેશમાં સ્પેસ ક્ષેત્રમાં અસિમિત સંભાવના
જિયો સ્પેસ મેપિંગની સંભાવના પણ આપણી સામે છે. પ્રાઇવેટ સેક્ટર પણ ખુબ જ ઉપયોગી છે. અમારી પાસે આજે સરકારી ડેટા ઉપલબ્ધ છે પરંતુ આગામી સમયમાં પ્રાઇવેટ સેક્ટર પાસે પણ આવો ડેટા હશે. ડેટાની આ મુડી વિશ્વમાં તમને ખુબ જ મોટી શક્તિ આપવાની છે. હાલમાં સ્પેસ સેક્ટર 4 હન્ડ્રેડ બિલિયન ડોલર છે. આગામી સમયમાં 1 ટ્રીલીયન ડોલર બનવા જઇ રહ્યું છે. આજે આપણી પાસે ટેલેન્ટ પણ છે અને આપણી જન ભાગીદારી માત્ર 2 ટકા છે. આપણે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં આપણું યોગદાન વધારવું પડશે. તેમાં પ્રાઇવેટ સેક્ટરની ખુબ જ મોટી ભુમિકા છે. આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસી ક્ષેત્રે પણ ભારતની ખુબ જ મોટી ભુમિકા જોઇ રહ્યો છું. ભારત સ્પેસ ક્ષેત્રે મજબુત બને તે દેશ માટે ગૌરવની વાત છે. આપણા દેશમાં અનંત સંભાવનાઓ છે. અનંત સંભાવનાઓ ક્યારે પણ સિમિત પ્રયાસોથી સાકાર થઇ શકે નહી. હું તમને આશ્વસ્ત કરુ છું કે, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ધરાવતા યુવાનોને કહીશ કે આ રિફોર્મ આગળ પણ ચાલુ રહેશે. 


(11) સરકારી મશીનરી દેશના નાગરિકોની સગવડ માટે અગવડ માટે નહી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, જે પણ પ્રાઇવેટ પ્લેયર ઇચ્છતા હોય તેઓ અહીં આવીને સ્પેસ ઓર્ગેનાઇઝેશનનાં તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકશે. સરકાર નાગરિકો માટે અને નાગરિકો થકી છે. માટે કોઇ પણ સરકારી સંસાધનનો ઉપયોગ કરવો નાગરિકનો હક્ક છે અને તે હક્કથી તેમને કોઇ દુર રાખી શકે નહી. સ્પેસ ક્ષેત્રમાં આટલું મોડુ થયું તે આશ્ચર્યજનક છે પરંતુ હવે અમારી સરકાર દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝેશન માટે કટિબદ્ધ છે. ડિફેન્સ ક્ષેત્ર પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલી નાખવામાં આવ્યા બાદ હવે સ્પેસ ક્ષેત્રે પણ નવી સંભાવનાનો ખુલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube