Rajkot માં કોરોના બેડ ખુટી પડતા રાષ્ટ્રીય શાળામાં શરૂ કરાઈ ખાનગી કોવિડ હોસ્પિટલ
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રીની ચળવળ માટે અસહકારનાં આંદોલન સમયે ઇ.સ 1921માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રીની ચળવળ માટે અસહકારનાં આંદોલન સમયે ઇ.સ 1921માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. જોકે આ રાષ્ટ્રીય ધરોહરને ટ્રસ્ટીઓ દ્વારા પ્રતિમાસ 1 લાખ ભાડા પેટે ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા દેવાનો નિર્ણય કર્યો છે. જ્યાં મહાનુભાવો પ્રાર્થના કરતા તે ખંડમાં કોરોના દર્દીઓની પથારી મુકીને સારવાર કરવામાં આવશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા છે. ખાનગી હોસ્પિટલો પણ હાઉસ ફુલ છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્મારક એવી રાષ્ટ્રીય શાળામાં ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, રાષ્ટ્રીય શાળાને ખાનગી હોસ્પિટલને પ્રતિમાસ 1 લાખ રૂપીયાનાં ભાડે પેટે આપવામાં આવી છે. રાષ્ટ્રીય શાળાનાં ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધતા રાષ્ટ્રીય શાળાનાં ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા ગુજરાતી યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો
ક્યાંય હોસ્પિટલોમાં બેડ નથી ત્યારે બેડ દર્દીઓને મળી રહે તે માટે સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં 25 ઓક્સિજન બેડની સુવિધા અને 4 બેડ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે રાષ્ટ્રીય શાળાએ ડો. મિહિર તન્ના સાથે કરાર કર્યો છે જેમાં 1 લાખનું દાન પ્રતિ મહિને રાષ્ટ્રીય શાળાને આપશે.
રાષ્ટ્રીય શાળાની સ્થાપના ખુદ મહાત્મા ગાંધીજી દ્વારા ઇ.સ 1921માં કરવામાં આવી હતી. સ્વતંત્રતાની ચળવળમાં અસહકારનું આદોલન માટે રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવામાં આવી હતી. જોકે આ 100 વર્ષ જૂની ઈમારત મહાત્મા ગાંધીજીનું મોટુ સંભારણું અને રાષ્ટ્રીય સ્મારક છે. જેને ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા માટે ભાડે આપી દેવામાં આવી છે. ડો. મિહિર તન્નાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતીમાં બેડ મળતા નથી ત્યારે દર્દીઓને બેડની સુવિધા મળી રહે તે માટેનો પ્રયાસ છે.
આ પણ વાંચો:- ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ
જોકે ગાંધીજી હૈયાત હોત તો તેઓ પણ મહામારીમાં દર્દીઓની સારવાર કરવા લાગી જાત. આવી સ્થિતીમાં રાષ્ટ્રીય શાળા કોવિડ હોસ્પિટલ બનાવીને દર્દીઓને ઉપયોગી લેવામાં આવશે. જોકે ફાયર સેફટી માટે હોસ્પિટલ તૈયાર થયા બાદ ફાયર ઓફિસરની વિઝીટ થશે. રાષ્ટ્રીય શાળાનાં હોલમાં અનેક દરવાજા હોવાથી ફાયર એન.ઓ.સી માટેનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી. એટલું જ નહિં ફાયર સેફટીનાં સાધનો પણ રાખવાની તૈયારી ડો. મિહિર તન્નાએ દર્શાવી હતી.
આ પણ વાંચો:- સુરતની કોવિડ હોસ્પિટલમાંથી મળી અનેક ફરિયાદ, સાંસદ દર્શના જરદોશનો મુખ્યમંત્રીને પત્ર
ગાંધીજીનાં વિચારધારા સાથે સંકળાયેલા લોકો રાષ્ટ્રીય શાળાનાં ખાનગીકરણ થતું હોવાનો કચવાટ કરી રહ્યા છે. જોકે હાલની સ્થિતીને જોતા બેડની જરૂરીયા પૂર્ણ કરવા તંત્ર પણ રાષ્ટ્રીય સ્મારકમાં હોસ્પિટલ ખોલવાની મંજૂરી આપી ચુક્યું છે. મહાનુભાવો જે પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરતા ત્યાં હવે કોરોના દર્દીઓની સારવાર ખાનગી હોસ્પિટલો જંગી રૂપીયા લઇને કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube