અમદાવાદ : ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદન મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. યોગેશ પટેલનાં નિવેદનનો તમામ તબિબિ આલમ દ્વારા વિરોધ કરવામાં આવ્ય છે. તેમણે તબીબ અને દર્દી વચ્ચેના સમન્વયને તોડવાનો પ્રયાસ ગણાવ્યો છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલે વડોદરા હોસ્પિટલમાં તબીબો દર્દી વચ્ચે મારામારી થવાની ઘટના સંદર્ભે કહ્યું કે, ડોક્ટરોએ કરોડો રૂપિયાની વસુલાત કરી છે. તેથી જો યોગ્ય સારવાર ન મળે તો દર્દી આક્રોશિત થયા હોય તેવું બની શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના ગ્રેડ-પે મુદ્દે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે! જાણો ગૃહરાજ્ય મંત્રીએ શું કહ્યું


યોગેશ પટેલ દ્વારા કરાયેલા આરોપો સામે આઇએમએની ગુજરાત બ્રાન્ચ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમણે આ શબ્દોને વખોડી કાડ્યા છે. અત્રે નોંધનીય છે કે, યોગેશ પટેલે જણાવ્યું કે, કોરોના સમગ્ર રાજ્ય અને દેશ માટે ભલે દુખદ સ્વપ્ન સમાન હતો. પરંતુ ખાનગી ડોક્ટરોએ આમાં ખુબ જ રૂપિયા છાપ્યા છે. ખાનગી હોસ્પિટલોએ 37,602 લોકો પાસેથી 1850 કરોડ રૂપિયા ડોક્ટરોએ જનતા પાસેથી વસુલ્યા છે. જો સરકારે ભાવ પર અંકુશ ન લગાવ્યો હોત તો 3500 કરોડ ખંખેરી લેવાની તૈયારી હતી. જ્યારે દર્દીહોસ્પિટલ પહોંચે ત્યારે સગા પાસેથી 10 લાખથી માંડીને 50 લાખ સુધી જેવા દર્દી તે પ્રમાણે ખંખેરવામાં આવતા હતા. જનતાની સેવા કોઇ ખાનગી ડોક્ટરે નથી કરી. ઉપરથી થતા હતા તેના કરતા પણ ડોઢા નાણા વસુલી લીધા છે. કોરોના વોરિયર અને પોતાના જીવના જોખમે લડ્યા તે માત્ર વાતો છે. આમાં રૂપિયા સિવાય કોઇ જ એન્ગલ નહોતો. 


Gujarat માં ગ્રેડ પે બાબતે પોલીસ કર્મચારીઓનું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે? સ્ટાફ સાથે પરિવાર પણ મેદાને


જો કે IMA આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના વોરિયર ડોક્ટર્સની ભાવનાને આ નિવેદનથી ભારે ઠેસ પહોંચી છે. આ સમગ્ર તબીબી આલમને બદનામ કરવાની પ્રયાસ કર્યો છે. આઇએમએ ગુજરાતના સેક્રેટરીએ જણાવ્યું કે, લોકોએ અમારી કામગીરીની કદર કરી છે. આવા ઉશ્કેરણીજનક નિવેદનથી ડોક્ટર્સની લાગણીને ઠેસ પહોંચે છે. આવા પ્રકારનાં નિવેદન ધારાસભ્ય જેવા પદ પર રહેલા લોકોએ ન કરવા જોઇએ. આનાથી ખુબ જ નુકસાન પહોંચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube