ગોરખપુર : ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એક ફોર્થ ક્લાસ કર્મચારી દ્વારા પ્રસુતાનું ઓપરેશન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ડિલીવરીની થોડી જ મિનિટોમાં નવજાતનું મોત નિપજ્યું હતું. બીજી તરફ પ્રસુતાની સ્થિતી ગંભીર થતી જોઇને હાજર લોકોએ તેને મેડિકલ કોલેજમાં દાખલ કરી દીધા. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુલરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર ભટહટ બજારની નજીક પ્રિયાંશુ હોસ્પિટલમાં થોડા જ દિવસો પહેલા એડિશનલ સીએમઓ ડૉ. નીરજ કુમાર પાંડેએ સીલ કરી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA પર જુમાની નમાઝ પહેલા યોગી સરકાર એલર્ટ, UPના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
આમ છતા આ હોસ્પિટલ ચાલી રહી હતી. જેના કારણે હવે મેડિકલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ આપણી ટીમ હોસ્પિટલમાં પહોંચી, તો હોસ્પિટલના મેન ગેટનું સીલ તુટેલું હતું અને અંદર દર્દીઓ પણ દાખલ કરવામાં આવેલા હતા. જેથી સ્પષ્ટ થતું હતું કે, ત્યાં હોસ્પિટલ ચાલુ જ હતી. મળતી માહિતી અનુસાર આ હોસ્પિટલનાં થોડા દિવસ પહેલા જ એડિશનલ સીએમઓએ તપાસ કરી હતી અને તપાસમાં આ હોસ્પિટલ ચિકિત્સક અને પ્રશિક્ષિત કર્મચારીઓનાં સંચાલન દ્વારા સામે આવ્યું હતું. ત્યાર બાદ એડિશનલ સીએમઓએ આ સીલ કરી દીધું હતું. જે કે, સીલ છતા હોસ્પિટલનું સંચાલન ચાલી રહ્યું હતું. 


CAA પર જુમાની નમાઝ પહેલા યોગી સરકાર એલર્ટ, UPના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
ગત્ત મંગળવારની સાંજે મહારાજગંજ જિલ્લાની રહેવાસી સુનીતાને પ્રસવ પીડાનાં કારણે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારનાં અનુસાર હોસ્પિટલ દ્વારા 15 હજાર રૂપિયા હોસ્પિટલમાં જમા કરાવ્યા હતા. પરિવાર પાસે બીજા 25 હજારની માંગણી કરવામાં આવી હતી. જો કે 15 હજાર જમા કરાવ્યા બાદ જ ડિલીવરી કરાવવામાં આવી. 
બીજી તરફ બુધવારે નવજાતની સ્થિતી બગડવા લાગી તો પરિવારજનોની સાથે હોસ્પિટલનાં કર્મચારીઓ તેને નજીકની એક ખાનગી હોસ્પિટલ લઇ ગયા. જ્યાં થોડા સમય બાદ નવજાતનું મોત થયું. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. જો કે હજી સુધી કોઇ કેસ દાખલ નથયો નથી. આ ઘટના બાદથી હોસ્પિટલનો સંચાલક પણ ફરાર છે. આ સમગ્ર મુદ્દે સીએમઓ શ્રીકાંત તિવારીનું કહેવું છે કે આ હોસ્પિટલને થોડા દિવસ પહેલા જ સીલ કરવામાં આવ્યુયં હતું. જો કે સંચાલક દ્વારા સીલ તોડીને હોસ્પિટલ ચાલુ કરી દેવાઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube