મહેસાણા: મહેસાણા જિલ્લામાં કોવિડ સંક્રમણ અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી કોવિડના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટ થાય તેવુ પ્રેરણાદાયી આયોજન કરાયું છે જેમાં જિલ્લાના ખાનગી તબીબો “કોવિડ-19 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” આપશે જેનાથી સર્વેલન્સ કરીને આ પ્રકારના દર્દીઓને અલગથી સારવાર આપવામાં વધુ સરળતા રહેશે અને કોવિડ સંક્રમણને આગળ વધતું અટકાવી શકાશે.
 
મહેસાણા જિલ્લા ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી દ્વારા પીળા કલરની સ્લીપ દરેક ખાનગી ડોક્ટરોને આપવાનું આયોજન કરાયું છે. જેમાં ખાનગી ડોકટર આ સ્લીપમાં તેમની પાસે આવતા ઓ.પી.ડીના દર્દીઓમાંથી શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટ કરવાનું સૂચન કરે છે. આ  સ્લીપમાં તારીખ, સમય, દર્દીનું નામ, ઉંમર, જાતિ, સરનામું, ફોન નંબર, લક્ષણમાં તાવ, ખાંસી, શરદી, ડાયેરીયા, શ્વાસ લેવામાં તકલીફ, એસ.ઓ.પી અન્ય, રીફર કરનાર ખાનગી ક્લીનીક, હોસ્પિટલ, એચ.આર.સી.ટી સેન્ટરનું નામ, રીફર કરનાર ડોક્ટરનું નામ, મોબાઇલ નંબર સહિતની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“કોવિડ-19 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” દર્દીને આપી તેની ફોટો કોપી વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મોકલી આપશે. આ સ્લીપમાં દર્શાવેલ દર્દીને ટેસ્ટીંગ કરાવેલે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે અને આવા તમામ દર્દીઓને ત્રિપલ ટી માઘ્યમથી સર્વેલન્સ કરી કોવિડ સંક્રમણ અટકાયતીની કામગીરી કરાશે.


જિલ્લામાં કોવિડ સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટના ત્રિપલ ટીથી આરોગ્યની સેવાઓને વધુ સુદ્ધઢ બનાવાઇ રહી છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં ખાનગી ડોકટરો સાથે સંકલન કરી શંકાસ્પદ દર્દીઓને શોધવાનું સુનિશ્ચિત આયોજન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube