અમદાવાદ : પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થ ચોપરા એક ગુજરાતી યુવતીનાં પ્રેમમાં પડ્યો હોવાની ચર્ચા છે. જો કે હાલ બંન્નેમાથી કોઇએ પોતાના સંબંધો અંગે અધિકારી રીતે કોઇ ફોડ પાડ્યો નથી. જો કે બંન્ને સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. નીલમ ઉપાધ્યાય મૂળ ગુજરાતની છે. તેનો જન્મ ગુજરાતમાં થયો છે. નીલમ અનેક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આ ફિલ્મો થકી જ તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીલમનો જન્મ 5 ઓક્ટોબર, 1993 ના રોજ ગુજરાતમાં થયો હતો. નીલમ ઉપાધ્યાયના પરિવારમાં માતા, ભાઇ-ભાભી અને ભત્રીજો છે. આ ઉપરાંત નિલમની એક બહેન પણ છે. નીલમ મુંબઇમાં જ મોટી થઇ છે. મુંબઇમાં હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કુલમાં અભ્યાસ કર્યો છે અને મીઠીબાઇ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2010માં નીલમે સેવથુ સરીયે નામની ફિલ્મની ડેબ્યું કર્યું હતું. જો કે આ ફિલ્મ કેટલાક કારણથી ક્યારે પણ બની શકી નહોતી. ત્યાર બાદ તે MTV ના શો સ્ટાઇલ ચેકમાં કામ કર્યું અને ત્યાર બાદ 2012માં નીલમે તેલુગુ ફિલ્મ મિસ્ટર -7 થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 


નીલમે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સાઉથમાં નોર્થ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે ભેદભાવ કરવામાં આવે છે. અહીં બધા પરિવારની જેમ જ કામ કરે છે. તે પણ બોલિવુડમાં કામ કરવા માંગે છે. જો કે બોલિવુડ હાલ તેની પ્રાથમિકતા નથી. તે કોઇ પણ ભાષામાં સારી ફિલ્મ હશે તો ચોક્કસ રીતે કરશે તેવું પણ તેણે જણાવ્યું છે. નોંધનીય છે કે, આજે પ્રિયંગા ચોપરાના ભાઇનો બર્થડે છે જ્યારે તેણે સ્પેશિયલ તસ્વીરો નાખીને તેને બર્થ ડે વિશ કર્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube