વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીએ `મોદીને અંકલ` કહી જાણો શું ફેંક્યા પડકારો?
Loksabha Election 2024: વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
Loksabha Election 2024: કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા.. વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં ગુજરાતની જનતાને એ પણ સલાહ આપી હતી કે, મોદી અંકલની વાત ન માનતા.
કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં યોજાયેલી આ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસના પ્રદેશ આગ્રણીઓ અને વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણિયો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતના મહત્વના સ્થળે યોજાયેલી આ સભા ન માત્ર વલસાડ જિલ્લા પરંતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની ત્રણેય બેઠકોને અસર કરતા હોવાથી આજે પ્રિયંકા ગાંધીની આ સભામાં મંચ પર વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈશેદ દેસાઈ અને બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!
- ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીના પ્રહાર
- મોદી સરકારની નીતિ સામે પ્રિયંકાના સવાલ?
- ભાજપ સામે પ્રિયંકાનો આક્રામક પ્રચાર
મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'
આજે પ્રિયંકા ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો. અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારનો સૌથી જાણીતો ચહેરે છે. અત્યારે તેઓ વાસદા વિધાનસભા બેઠકના કોંગ્રેસની ધારાસભ્ય છે. અને હવે પાર્ટીએ આ વખતે તેમને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે .આમ ભાજપ સામે આ વખતે અનંત પટેલને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ રોચક બની રહ્યો છે.
ગુજરાતમાં મિશન લોકસભાનો પ્રારંભ પ્રિયંકા ગાંધીએ કંઈક આ અંદાજમાં કર્યો. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે અનંત પટેલને જંગી બહુમતી સાથે જિતાડવા માટે કોંગ્રેસનાં સ્ટારપ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યાં હતા.
કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે
હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં, જ્યાથી તેઓ બાય રોડ ધરમપુરમાં આવ્યાં હતાં, જ્યાં તેમણે દરબાર ગઢમાં યોજાયેલી સભામાં જનતાને સંબોધન કર્યું હતું. સાથે જ મોદી સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતા.
29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે
પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા અને દાદીનો રાજકીય ભુતકાળ પણ યાદ કર્યો હતો. દેશ પ્રત્યે કરેલા કામો અને તેના બલિદાનને યાદ કરીને તેઓ ગમગીન થઈ ગયા હતા. એટલું જ નહીં પ્રિયંકા ગાંધીએ અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોદી અંકલ કહીને પણ સંબોધ્યા અને લોકોને અપીલ કરી કે મોદી અંકલની વાતોમાં ન આવતા. લોકસભાની સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે ના રોજ મતદાન થશે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે.
લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે વરસાદ, અંબાલાલ પટેલની સટીક આગાહી!
પ્રિયંકા ગાંધીની આ ચૂંટણી સભાથી કાર્યકર્તાઓમાં અને અનંત પટેલના સમર્થકોમાં પણ ઉત્સવનો માહોલ છવાયો છે .આજે સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને આડે હાથ લીધી હતી. તો ચૂંટણી ના માહોલમાં પ્રિયંકા ગાંધીની સભાથી આ બેઠક ની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત ની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને અગ્રણીઓ આશા સેવી રહ્યા છે.