ધવલ ગોકાણી/ અમદાવાદઃ નવીન કુમાર અને અનિલ કુમારની શાનદાર રમતની મદદથી અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની ફાયનલમાં બંગાળ વોરિયર્સ દબંગ દિલ્હી કે.સીને 39-34થી હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રેક્ષકથી ખીચોખીચ સ્ટેડિયમમાં યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ગેરહાજરી છતાં મેચ અત્યંત રોમાંચક બની હતી અને પ્રેક્ષકોએ તેને ભરપૂર માણી હતી. નવીન કુમારે 24 રેઈડમાં 18 અને અનિલ કુમારે પાંચ ટેકલમાં બે પોઈન્ટ મેળવ્યા હતા.


આજે દબંગ દિલ્હીએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. જેમાં દિલ્હીએ સારી શરૂઆત કરતા પ્રથમ ચાર મિનિટમાં છ પોઈન્ટ મેળવ્યા હતા, જેની સામે બંગાળ વોરિયર્સે 5મી મિનિટે તેનું ખાતું ખોલાવી હતું. ત્યાર પછી બન્ને ટીમો વચ્ચે જોરદાર રસાકસી રહી હતી અને હાફ ટાઈમે સ્કોર 17-17 રહ્યો હતો. આ દરમિયા બંગાળના રવીન્દ્ર કુમાવતે તેના 50 પોઈન્ટ પૂરા કર્યા હતા, જ્યારે  જ્યારે દિલ્હીના મેરાજ શીયેખે તેના કુલ 350 પોઈન્ટ પૂરા કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...