અમિત રાજપુત/અમદાવાદ: અમદાવાદને મેડીસીટી અને સ્માર્ટ સીટી બનાવવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જોકે, અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નધરોળ તંત્ર અને બેજવાબદાર વહીવટના લીધે દર્દીઓ અને તેમના સગાઓ મુશ્કેલીમાં મુકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્ય યોજનાનું કાર્ડ પણ સિવિલ સત્તાધીશો ન ચલાવતા હોવાનું દર્દીઓના સગાઓ દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે. સાથે જ કડકડતી ઠંડીમાં કેટલાક દર્દીઓ અને દર્દીઓના સગાઓને ફૂટપાથ પર દિવસ રાત કુતરાઓ અને ગંદગીમાં વિતાવવાનો વારો આવી રહ્યો છે. 


ઝી 24 કલાકની ટીમ દ્વારા સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલમાં પહોંચીને સિવિલની પોલમપોલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે દર્દીઓને તથા પરિવારને કોઇ પણ પ્રકારની સહાયતા આપવામાં આવે છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સિવિલમાં દર્દીઓના સગાઓ ફૂટપાટ પર સૂઇ રહ્યા છે.


લોકસભા 2019: ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે કર્યું માઇક્રો પ્લાનિંગ, થશે 500 સભાઓ


મહત્વનું છે, કે દર્દીઓના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકોનું પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના કાર્ડ તમારા વિસ્તારોમાં ચાલશે તેવું તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારના લોકો કોઇ પણ કાર્ડ ચાલતા નથી. ગંદકીના સામ્રાજ્યમાં કુતરાઓ સાથે દર્દીના સગા સૂવા માટે મજબૂર થઇ રહ્યા છે.