અલ્પેશ સુથાર/મહિસાગર : મહીસાગર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તાર માં મોબાઈલ કવરેજ પકડાતું ન હોવાથી ખેડૂતો ને સરકાર નો વીમો બિન ઉપયોગી બન્યો છે. મહિસાગર જિલ્લાના કેટલાક એવા ગામમાં લીલા દુષ્કાળની લઇને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને સહાય માટે સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે તે કેટલો ઉપયોગી છે તે જાણવાનો પ્રયાસ કરવા ઝી 24કલાક ની ટીમ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છેવાડે આવેલા મંકોડીયા ગામની મુલાકાત લીધી તો સૌથી મુખ્ય પાયાની સુવિધા કહી શકાય એવા મોબાઇલના એક પણ કંપનીના કવરેજ આ ગામમાં આવતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર: નાના રણમાં ફસાયા અગરિયા, ત્યારે ભગવાન બનીને આવ્યા કલેક્ટર


આ ગામના લોકોને જો મોબાઇલ પર વાત કરવી હોય તો ઘરના છાપરા ઉપર ચઢવું પડે છે અથવા તો ઝાડ ઉપર અને જો ત્યાં પણ વાત ન થાય તો મંકોડીયા ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા હાઇવે પર કે જ્યાં મોબાઈલ નું કવરેજ પકડાઈ છે તેવી જગ્યાએ જવું પડે છે જેથી લોકો છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન પરેશાન થયા છે. હાલમાં લીલા દુષ્કાળની લઈને સરકારે ખેડૂતોને સહાય મળી રહે તે માટે હેલ્પ લાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આ ગામના લોકોને તે પણ બિન ઉપયોગી કહી શકાય તેમ બન્યું છે.


દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ
 આ ગામ લોકો મોટાભાગે ખેતીના વ્યવસાય પર આધારિત છે અને ખેડૂતોને પોતાના પાક નષ્ટ જતા આગામી ખેતી કરવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે સરકારી હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે તે પણ કલાકો સુધી ફોન કરવામાં આવે છે પરંતુ લાગતો નથી અને પાક વિમાનું પ્રિમિયમ પણ ભર્યું છે તે પાક વીમો પણ મળતો નથી અને સરકારની સહાય પણ બિન ઉપયોગી બનતા ખેડૂતો આખરે આવી પરિસ્થિતિમાં જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.