અતુલ તિવારી, અમદાવાદ: ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઇ ગયું છે હવે વિવિધ કોર્સમાં એડમિશનોની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ધોરણ 12 બાદ બીકોમ બીબીએ અને બીસીએમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ 28 જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચોઇસ ફિલિંગ તેમજ ઓનલાઇન પેમેન્ટ 28 જૂન સુધીમાં કરાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 થી 29 જૂન સુધીમાં પ્રથમ પ્રયાસે પાસ થયેલા તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોએ દસ્તાવેજ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ વેરીફીકેશન માટે નજીકની યુજી કોમર્સ કોલેજમાં ફરજિયાત જવાનું રહેશે. 4 જુલાઇએ પ્રોવિઝલન મેટીસ્ટ જાહેર કરવામાં આવશે તો બીજી તરફ અંતઇમ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ 12 જુલાઇએ કરવામાં આવશે. 


12 અને 13 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ કરાશે અને 15 જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ થશે. ત્યારબાદ 15 થી 18 જુલાઈ દરમિયાન ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો રહેશે. તેમજ 20 જુલાઇથે સેમિસ્ટર 1 ના વર્ગો શરૂ થશે. 


ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. અલગ અલગ સ્ટ્રીમમાં અત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઇન ફી ભરીને અલગ અલગ કોર્ષમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે જે બાદ ચોઇસ ફીલિંગ અને મેરીટ લિસ્ટ જાહેર થશે.આમ તબક્કાવાર પ્રક્રિયા શરૂ થશે. ત્યારે BSC, BCOM, BBA, BCA અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્ષ માટે અત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં BSC અને 5 વર્ષ ઇન્ટરગ્રેટડ કોર્ષમાં અંદાજે 7000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે Bcom, BBA, BCA અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્ષમાં અંદાજે 30 હજાર જેટલાવિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જે બાદ આગળની પ્રક્રિયા શરૂ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube