આ 2 શહેરોમાં ઉત્તરાયણ પર ધાબે ચઢતાં પહેલા આ નિયમો ખાસી જાણી લેજો, બહાર પાડ્યું ખાસ જાહેરનામું
ગુજરાતીઓ આમ તો દરેક તહેવારના શોખીન છે, પરંતુ ખાસ કરીને નાનાથી મોટા જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સુરત અને રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે.
Uttarayan 2024: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે મોટા શહેરામાં કોઈ અનિચ્છનીય બનાવને ટાળવા માટે સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરાના પ્રમાણે ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
ભરશિયાળે ત્રાટકનાર વાવાઝોડું ગુજરાત માટે ઘાતક સાબિત થશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી
ગુજરાતીઓ આમ તો દરેક તહેવારના શોખીન છે, પરંતુ ખાસ કરીને નાનાથી મોટા જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સુરત અને રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે અને પોલીસ કમિશ્નરે સાવચેતીના ભાગરૂપે ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે.
માત્ર આધાર કાર્ડથી લૂંટી લીધા 4 કરોડ, તે પણ ટેક દિગ્ગજ પાસેથી : હોશિયારી ભારે પડી ગઈ
પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.
અંતિમ સંસ્કાર બાદ પાછળ વળીને જોશો તો..જીવનમાં આવે છે આવી મુશ્કેલીઓ! જાણો ઘરે આવીન...
ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ
રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખી શકાશે નહી. ધાબા પર મોટા આવાજવાળા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો જાહેર માર્ગ પર પતંગ ઉડાવવા પર કરાઈ મનાઈ કરવામાં આવી છે. આ તરફ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી! ગુજરાતના એ સંત જેમની સર્જરી દરમિયાન ડોક્ટરો પણ ચોંક્યા