વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉર્દુ વિભાગના એક પ્રોફેસર દ્વારા આર્ટ્સના પ્રથમ વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં આ કલંકરૂપ ઘટના બનતા ઉર્દુ વિભાગને તાળાં મારી દેવામાં આવ્યા છે. તો ઘટનાની તપાસ કરવા માટે ડીને વુમન્સ ગ્રીવયન્સ કમિટીને સૂચના આપી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી હાથ ધરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર એમએસ યુનિવર્સિટીમાં ઉર્દુ વિભાગમાં ટેમ્પરરી પ્રોફેસર તરીકે ફરજ બનાવતા ડો. મહંમદ ઝુબેરે આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. 


કમિટી કરશે તપાસ
આ ઘટના બન્યા બાદ આજે સવારે યુવતીએ ડિનને ફરિયાદ કરી હતી. ડિને પણ આ ફરિયાદને ગંભીરતાથી લેતા યુનિવર્સિટીમાં કાર્યરત વુમન્સ ગ્રીવયન્સ કમિટીને તપાસના આદેશ આપ્યા છે. આ કમિટી તપાસ કરીને પ્રોફેસર વિરુદ્ધ લાગેલા આરોપોનો રિપોર્ટ ડિનને પરત કરશે. 


કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આ પ્રોફેસર વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. તો ઉર્દુ વિભાગને તાળાં પણ મારી દેવામાં આવ્યા છે. જો આ ઘટનામાં પ્રોફેસર દોષી હશે તો આગામી દિવસોમાં આ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે.