દારૂબંધી હટ્યા બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, આ ભાવે વેચાઈ રહી છે એક ઓફિસ
Gift City Property rates: ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હટી જવાથી પ્રોપર્ટીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગિફ્ટ સિટીમાં હવે પ્રોપર્ટી ખરીદનારાઓની સંખ્યા 500 ટકા સુધી વધી ગઈ છે... તો ઓફિસની કિંમત પમ અનેક ગણી વધીને કરોડોમાં પહોંચી છે
Gujarat International Finance Tech City : ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ કારણે હવે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની પૂછપરછ (ખરીદવા અને વેચવા માટે) 500 ટકાનો વધારો થયો છે. દારૂબંધી હટ્યા બાદના માત્ર પાંચ દિવસમાં જ ગિફ્ટ સિટીમાં લગભગ 500 કરોડની ડીલ થઈ ચૂકી છે.
886 એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારે શરતોની સાથે અહી કામ કરનારા સ્ટાફ અને મહેમાનો માટે દારૂ પીવાની છૂટછાટ આપી છે. તેના માટે ગિફ્ટ સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબ ખોલવામાં આવશે. જ્યાં કર્મચારી અને સ્ટાફની સાથે આવનારા મહેમાનો પણ દારૂ પીને એન્જોય કરી શકશે. સરકારના આ નિર્ણય બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ તૂટી પડ્યા છે.
ફરી વરસાદની આગાહી : દેશના 11 રાજ્યો તથા ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે કમોસમી વરસાદ
એલઆઈસી શરૂ કરશે ઓફિસ
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીમાં દારૂબંધી હટી ગયા બાદ રિયલ એસ્ટેટ સેક્ટર હોટ ફેવરિટ લિસ્ટમાં આવી ગયું છે. સૂત્રો અનુસાર, ગત પાંચ દિવસોમાં GIFT માં 11 વર્ષોામં એકસાથે આટલા મોટા સોદા ક્યારેય થયા નથી. ગિફ્ટ સિટીમાં દારૂ પર છૂટ બાદ 500 કરોડ રૂપિયાની 300 કરોડની સંપત્તિની લેણદેણ થઈ છે. સંપત્તિના માંગમાં 500 ટકાનો વધારો થયો છે. એલઆઈસીએ પણ મોટી અહી મોટી ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની ડીલની પૂછપરછમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તેનુ કારણ એ પણ છે કે, જાન્યુઆરી મહિનામાં પ્રોપર્ટીના રેટ રિવાઈઝ થવાની આશા છે. તેમાં રેસિડન્શિયલ અને કમર્શિયલ બંને સામેલ છે.
આ રિપોર્ટ તમારી ઊંઘ ઉડાડી દેશે, અડધું ગુજરાત એવુ પાણી વાપરે છે જે પીવાલાયક જ નથી
હાલ 18 ટાવર બની રહ્યાં છે
ગિફ્ટ સિટીમાં હાલમાં 18 ટાવરનું કામ ચાલી રહ્યું છે. 30 ઈમારતો પૂરી થઈ ચૂકી છે અને 14 ટાવરનું પ્લાનંગ યોજનામાં છે. IFSCA એ 2.2 કરોડ વર્ગ મીટર ફાળવ્યા છે. ફીટના વિકાસ અધિકાર બેચ આપવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીની ડિમાન્ડ વધ્યા બાદ હવે અહી ચોકીની જગ્યાએ મોટુ પોલીસ સ્ટેશન બનવાનું કામ શરૂ કરી દેવાયું છે.
ગુજરાત સરકાર આગામી મહિનામાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટીની પ્રમોટ કરશે. આ દમરિયાન 1000 કંપનીઓના અધિકારીઓને ગિફ્ટ સિટીમાં કામ કરવાની આશા છે. ગિફ્ટ સિટીમાં એક ટ્વિસ્ટેડ ટાવરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તેનું કામ જલ્દી જ શરૂ થવાનું છે. તો એક ઓફિસની કિંમત અનેક કરોડોમાં પહોંચી ગઈ છે. દારૂબંધી હટ્યા બાદ એક ઓફિસની કિંમતક 70-80 લાખ રૂપિયાથી શરૂ થઈ રહી હતી. ગિફ્ટ સિટી હવે દેશની પહેલી સ્માર્ટ સિટી બની ગઈ છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શિડ્યુલ આવી ગયુ, રામ ભગવાનનો સૌથી પહેલો ચહેરો કોણ જોશે?