કામરેજ : બે યુવકોના મોતથી રોષે ભરાયેલા ગામલોકોએ ચક્કાજામ કર્યું
સુરતના કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા માંકણા ગામના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને આજે ગ્રામજનો નેશનલ હાઇવે પર અમદાવાદથી મુંબઈ અને મુંબઈ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોએ અડધો કલાક ઓવરબ્રિજની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
કરણસિંહ ગોહિલ/સુરત :સુરતના કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા માંકણા ગામના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને આજે ગ્રામજનો નેશનલ હાઇવે પર અમદાવાદથી મુંબઈ અને મુંબઈ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોએ અડધો કલાક ઓવરબ્રિજની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ
17 જૂને બે યુવકોના મોત થયા હતા
17 જૂનના રોજ ખાનગી બસની અડફેડે અહીં દિનેશ ડોલર અને મેહુલ ડોલર નામના બે આહીર યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોની આત્માને શાંતિ મળે એ માટે માંકણા ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ રોષે ભરાયેલા ગામ લોકો નેશનલ હાઇવે 48 પર પહોંચ્યા હતા. હાઈવે ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અડધો કલાક સુધી હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ સરકારની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ આ મામલે કામરેજ મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપ્યું છે.
સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે, આ જગ્યા અકસ્માત પોઈન્ટ હોવાથી ઓવરબ્રિજ બનાવવાનું જાહેર કરાયું હતું, પણ રાજકીય કિન્નાખોરીના કારણે હવે એ કામ અટવાઈ ગયું છે. જોકે બંને યુવકોના મોત બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે વર્ષમાં 15 જેટલા મોટા અકસ્માત આ જગ્યા પર થયા છે, જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. ત્યારે વધુ બેના મોત થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે વિરોધ કરતા કહ્યું કે, જો આ જગ્યા પર ઓવરબ્રિજ નહીં બનાવાય તો આવનાર સમયમાં ગ્રામજનો આંદોલન ઉગ્ર બનાવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :