વડોદરા : પોલીસનો પગાર સરકારને પોસાતો નથી એટલે અમારો તોડ કરે છે, કહી શખ્સ રોડ પર સુઇ ગયા
ટ્રાફીક પોલીસે યુવાનને પકડીને દંડ કરતા ઉશ્કેરાયેલા પિતાએ રોડ પર સુઇને વિરોધ પ્રદર્શન કર્યું, લોકો કુતુહલવશ ઉભા રઇ જતા ટ્રાફીક જામ
વડોદરા : 1 નવેમ્બરથી ટ્રાફીકનો નવો કાયદો અમલમાં આવી ચુક્યો છે. જો કે આ કાયદા વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો જ્યારે નાગરિકોને પકડવામાં આવે છે ત્યારે તેઓ વિચિત્ર વિચિત્ર દલિલો અને દંડથી બચવા માટે વિચિત્ર વિરોધ પણ કરતા હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. જેમાં કોલેજીયન યુવાનને પોલીસે પકડીને દંડ ફટકારતા તેણે રકમ નહી હોવાની દલીલ કરી હતી. જેથીપ પોલીસે બાઇક જપ્ત કરી દંડ ફરી બાઇક લઇ જવા જણાવ્યું હતું. જેથી કોલેજીયને તેનાં પિતાને બોલાવ્યા હતા. ઉશ્કેરાયેલા પિતાએ રોડ પર સુઇને વિરોધ કર્યો હતો.
વાવાઝોડાને પગલે જે તોફાની દરિયાથી ખારવાઓ પણ ગભરાય છે ત્યાં મોજ કરી રહ્યા છે આ બાળકો !
વિદ્યાર્થીના પિતાએ કર્યો વિરોધ
પોલીસ દ્વારા વાહન કબ્જે કરી લેવાતા વિદ્યાર્થીએ તેના પિતાને બોલાવ્યા હતા. જો કે પોલીસ સાથે તુતુ મેમે થયા બાદ તેના પિતાએ રોડ પર સુઇ જઇને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, હેલમેટ નહી પહેરવાના કારણે તેને દંડ કરવામાં આવ્યો છે. દંડ ભરી દો અને બાઇક લઇ જાઓ. જો કે વિદ્યાર્થીનાં પિતા તુષાર શાહ દંડ ભરવાનાં બદલે રોડ પર સુઇ ગયા હતા. જેથી રોડ પર લોકો કુતુહલથી જોવા ઉભા રઇ જતા ખુબ જ ગીચ ગણાતા આ રોડ પર કિલોમીટર લાંબો ટ્રાફીક જામ થઇ ગયો હતો.
ગુજરાત : ખેડૂતો કફોડી સ્થિતી વિમો પાકે તો એજન્ટો બખ્ખા ન પાકે તો કંપનીને ફાયદો
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
તુષાર શાહે કર્યા આક્ષેપ
તુષાર શાહે પોલીસની નીતિ અને નવા કાયદા બંન્નેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસનો પગાર હવે સરકારે પોસાતો નહી હોવાથી તેનો તમામ ભાર નાગરિકો પર નાખી રહ્યા છે.