કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ભટલાવ ગામ નજીક ગ્રામજનોએ હલ્લાબોલ કર્યું હતું. ગામમાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ અનિયમિત આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ ગામ નજીકથી પસાર થતી તમામ બસો અટકાવી એસટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવું 7 માળનું ગુજરાતી ભવન દિલ્હીમાં બન્યું, PM મોદી કરશે ઉદઘાટન


સુરત જિલ્લાના બારડોલી એસટી વિભાગની લાલીયાવાડી સામે આજે લોકોએ હલ્લાબોલ કર્યું હતું. બારડોલી તાલુકાના કિકવાડ-ભટલાવ ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વહેલી સવારે ગામના પાદર નજીકથી પસાર થતાં હાઈ-વે ઉપર ઉતરી આવ્યા હતા. ગામ નજીકથી પસાર થતી તમામ એસટી બસો અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક દિવસોથી ગામમાં બસ અનિયમિત આવતા આજે લોકોનો રોષ ઉતરી આવ્યો હતો. 


IAS દહિયાની કથિત પત્નીએ કર્યા ચોંકાવનારા આક્ષેપ, ‘તે મને અને મારી દીકરીને રસ્તામાંથી હટાવી પણ શકે છે’


વિધાનસભા ચૂંટણી વિવાદ કેસ : ભૂપેન્દ્ર ચૂડાસમા સામે સમન્સ ઈશ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા આદેશ


ભટલાવ ગામે વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ઘણા મહિનાઓથી અનિયમિત બસોની સમસ્યા નડી રહી છે. તેમજ જે બસો આવે તે અગાઉના ગામથી જ ભરાઈને આવતા આ ગામના લોકોને બેસવાની પણ જગ્યા મળતી ન હતી. ગામમાંથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ મળી આખી બસ થઇ જતી હોઈ ગ્રામજનો દ્વારા સમયસર અને અલગ બસ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે એસટી વિભાગ દ્વારા ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :