રાજકોટ: રાજકોટ નેશનલ હાઈ વે પર આવેલ પીઠડીયા ટોલ નાકા દ્વારા ટોલ ગેટના રસ્તાની બંને બાજુ દોઢ દોઢ ફૂટ સાઇડો ખોદી નાખી હોવાથી પીઠડીયા ગામના ખેડૂતોને ખેતી કામ માટે જવા માટે ચાર કિમી જેટલું અંતર ફરીને જવું પડતું હોય ખેડૂતો દ્વારા ટોલ નાકા ઓથોરીટીને ખોદેલ ગાડા માર્ગ પર માટી નાખી રસ્તો ફરી ગાડા ચાલવા લાયક કરવાની અનેક રજૂઆત કરી હતી. પરંતુ ટોલ નાકા ઓથોરીટી ખેડૂતોની કંઈ વાત સાંભળવા તૈયાર ન હોય ખેડૂતો દ્વારા આજે સવારથી જ ગાડાઓ લઈ ટોલ નાકે વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલ ઓથોરીટી દ્વારા વિરોધની અગાઉથી જ પોલીસને જાણ કરી હોવાથી ટોલ નાકે વીરપુર, જેતપુર અને ધોરાજીથી પોલીસ કાફલો ઉતરી આવ્યા હતો. તો બીજી બાજુ ખેડૂતો દ્વારા વિરોધની જાહેરાત મુજબ ગાડાઓ લઈ ટોલ નાકા પહોંચતા પોલીસે ગાડાઓને અટકાવ્યા હતા અને ટોલ ઓથોરિટી સાથે પોલીસ મધ્યસ્થી બની ખેડૂતોની વાટોઘાટો કરતા ટોલ ઓથોરીટી ખોદેલ રસ્તા પર માટીનું પુરાણ કરી રસ્તો ફરી ગાડા ચાલવા લાયક બનાવી આપવાની સહમતિ આપી હતી. 


જોકે કેટલાક ખેડૂત આગેવાનોએ અમો કેટલા સમય આવો ટોલ નાકા વાળાઓનો ત્રાસ સહન કરી તેમ કહીને વિરોધ કરતા પોલીસે પાંચ ખેડૂતોની અટક કરી વીરપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.