ગૌરવ દવે/રાજકોટ :આજે માલધારીઓએ દૂધ ન આપવા જવાની જાહેરાત કરી છે. જેના કારણે સવારથી લોકો દૂધ લેવા માટે ડેરી પર પહોંચ્યા હતા. ઘરે દૂધ ન પહોંચતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ, આજે અનેક લોકોના ઘરે દૂધ પહોંચ્યુ નથી, તો સાથે જ દૂધ સાથે જોડાયેલા વેપાર-ધંધા ઠપ્પ પડી ગયા છે. આવામાં માલધારીઓ વિરોધ દર્શાવવા માટે રસ્તા પર દૂધ ઢોળી રહ્યાં છે. તો સુરતમાં માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમા ઢોળીને વિરોધ દર્શાવ્યો છે. આવામાં રાજકોટના એક માલધારીએ રસ્તા પર દૂધ ન ઢોળવા અપીલ કરી છે. એક માલધારીની આ અપીલ તમને સ્પર્શી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતભરમાં માલધારીઓ આજે વિરોધમાં જોડાયા છે. તેઓ વિવિધ રીતે સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના એક માલધારી આગેવાન રણજીત મુંધવાએ અન્ય માલધારીઓને એક અપીલ કરી છે. તેમણે રસ્તા, નદીમાં દૂધ ઢોળી દેતા માલધારીઓને અપીલ કરી કે, મારી સમસ્ત માલધારી સમાજને અપીલ છે કે, ભગવાન દ્વારકાધીશની ગાયના દૂધના અમૃત દૂધ કહેવાય. ઘનશ્યામ બાપુએ એવો આદેશ કર્યો છે કે, દૂધ વિતરણ ન કરવું. તેમણે દૂધ ઢોળવાન નથી કહ્યું. તેથી સમસ્ત સમાજને બે હાથ જોડીને વિનંતી કે, જ્યાં ત્યાં દૂધ ન ઢોળવું. અને જો આપવુ હોય તો ગરીબ માણસોન આપી દો. તેની ખીર કરીને ગરીબોને ખવડાવો. લાડવા બનાવીને આપો, પરંતુ દૂધ ન ઢોળો. બે હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને લાગે તે સિવિલ હોસ્પિટલમાં ગરીબોને આપી દો. પરંતુ દૂધ ઢોળશો નહિ. 



માલધારીઓએ 300 લીટર દૂધ તાપીમાં નદીમાં વહાવ્યું
એક તરફ આજે લાખો લોકો રાજ્યમાં દૂધ માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે બીજી તરફ માલધારીઓ દૂધનો બગાડ કરી રહ્યાં છે. સુરતમાં તાપી નદીમાં દૂધના કેન ફેંકીને માલધારીઓએ વિરોધ વ્યક્ત કર્યો. સુરતના નાવડી ઓવરા ખાતે 40 જેટલા માલધારીઓનો વિરોધ દર્શાવ્યો. જેમાં તેમણે 300 લીટર દૂધ તાપી નદીમાં નાખીને વિરોધ પ્રદર્શન કર્યું. 


તો બીજી તરફ, રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો પ્રતિકાત્મક વિરોધ કરાયો છે. માલધારી સમાજના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં દૂધનું વિતરણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને દૂધનું વિતરણ કરીને માલધારોઓએ અનોખી દરિયાદિલી બતાવી. તેમણે કહ્યું કે, માલધારી સમાજે પણ દૂધ ઢોળવાને બદલે તેને ઉપયોગ થાય તેવું કરવું જોઇએ.