અમદાવાદ :તાજેતરમાં લેવાયેલ બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk Exam)ની પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં પેપરનું સીલ તૂટેલું નીકળ્યું હતું. તો બીજી તરફ, ગૌણ સેવાએ ખુદ પેપર ફૂટ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે રાજ્યભરમાંથી લેવાયેલી પરીક્ષાને કેન્સલ કરવાની માંગ ઉઠી છે. તેમજ પરીક્ષા ફરીથી લેવા માટે પણ એકસૂર ઉઠ્યો છે. આજે રાજ્યના વિવિધ શહેરોના ઉમેદવારો દ્વારા આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે જ આજે વડોદરામાં પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ BRTS અકસ્માતના Exclusive CCTV : ભાઈઓએ ઉતાવળે બાઈક ચલાવ્યું કે, પછી ડ્રાઈવરનો વાંક હતો?


વડોદરામાં વિદ્યાર્થીઓના દેખાવો
વડોદરામાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ કલેક્ટર કચેરી બહાર દેખાવો કર્યા હતા. ઉમેદવારોએ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. તેમજ ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા લેવાની પણ માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ પેપર ફુટી ગયુ હોવાનો તથા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરાઈ હતી. 


ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે માતાપિતા ક્યારેય નહિ જોઈ શકે


બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વિરોધ
બનાસકાંઠાના ધાનેરામાં બિન સચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું. ધાનેરામાં વિધાર્થીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંત બારોટ પણ જોડાયા હતા. જ્યાં તમામે બિન સચિવાલયની પરીક્ષા રદ કરી ફરીથી લેવાની માંગ કરી હતી. તો બીજી તરફ, હિંમતનગરમાં 50 કરતા વધુ પરિક્ષાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 


ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી... 


અરવલ્લીમાં વિરોધ  
મોડાસામાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેઓએ બિન સચિવાલયનું પેપર ફૂટી ગયું હોવાનો આક્ષેપ કરીને પરીક્ષા ઓનલાઇન લેવાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube