Surat : નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી ફરી, આખરે આવું બન્યું કેવી રીતે?
ભારે વરસાદ (Heavy Rain)ને કારણે ગુજરાત (Gujarat)માં રોડ રસ્તાઓની હાલત બીમાર બની ગઈ છે. ખાડાને કારણે રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, તો ગટરના પાણી ઉભરાઈ ગયા છે. ત્યારે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત (Surat)માં આ મામલે અનોખા અંદાજમાં તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી દોડતી થઈ છે. જુઓ કેવો વિરોધ થયો છે...
સુરત :ભારે વરસાદ (Heavy Rain)ને કારણે ગુજરાત (Gujarat)માં રોડ રસ્તાઓની હાલત બીમાર બની ગઈ છે. ખાડાને કારણે રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, તો ગટરના પાણી ઉભરાઈ ગયા છે. ત્યારે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત (Surat)માં આ મામલે અનોખા અંદાજમાં તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી દોડતી થઈ છે. જુઓ કેવો વિરોધ થયો છે...
સુરતના પીપોદરા ગામ પાસે ગટરના પાણી ઉભરાઈ ગયા છે. ગટરના ગંદા પાણી સર્વિસ રોડ પર ફરી વળ્યા છે. જેને કારણે વાહનચાલકોને તકલીફો પડી રહી છે. ત્યારે વાહન ચાલકોનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વાહન ચાલકોએ રસ્તા પર ફરી વળેલા ગટરના પાણીમાં નાવડી ચલાવીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.
વાહન ચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે ‘હાય હાય...’ના નારા લગાવ્યા હતા. તેમજ બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સર્વિસ રોડ પર ભરાયેલા પાણીમાં નાવડી ફરતી જોઈને હાઈવે પરથી પસાર થતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :