આશ્કા જાની/અમદાવાદ :હાથરસમાં સગીર વયની દીકરી સાથે બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હાથરસ (#hathras) માં બનેલી ઘટનાને લઈ દેશભરમાં વિરોધ પ્રદશન ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રોષ જોવા મળ્યો છે. ત્યારે આજે અનુસૂચિત સમાજ અને વકીલો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ કરાયો હતો. અમદાવાદના ગાંધી આશ્રમથી નીકળી કલેક્ટર કચેરી સુધી ન્યાય યાત્રા કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું. તેઓએ પીડિતાના પરિવારને  ન્યાય મળે તેવી માંગણી કરી હતી. 


આ પણ વાંચો : ઘોડે ચઢી ‘ચાર ચાર બંગડીવાળી....’ ગીતની ગાયક કિંજલ દવે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"285627","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"hathras_protest_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"hathras_protest_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"hathras_protest_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"hathras_protest_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"hathras_protest_zee.jpg","title":"hathras_protest_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાતભરમાં હાથરસની ઘટનાને વખોડવામાં આવી હતી. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાતમાં ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ત્યારે ગઈકાલે હાથરસમાં યુવતી પર થયેલા અમાનવીય કૃત્યનો વિરોધ કરાયો હતો. યુવતીને ન્યાય મળે એવી માંગ ઉઠવા પામી. વ્યારા નગર કોંગ્રેસ અને સામાજિક સંસ્થા દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગીંધીજીની પ્રતિમા પાસેથી કેન્ડલ માર્ચ કાઢી આરોપીને કડક સજા થાય એવી માંગ કરવામાં આવી હતી. કચ્છના એડવોકેટ અને કાર્યકર દેવજીભાઈ મહેશ્વરીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમની હાલ હત્યા કરવામાં આવી હતી. 


આ પણ વાંચો : સુરત : જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને પોતાના કારમાં આત્મહત્યા કરી