હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં નાર્કોટિક્સ પકડાવવાની બની રહેલી ઘટનાઓ સંદર્ભે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું તેના કારણે જ પોલીસ વડા અને અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી, રાજ્યમાં નશાકારક વસ્તુઓનું વહન સેવન કે, સંગ્રહ કરનાર સામે કડક પગલાં ભરવાની આદેશ આપ્યા હતા. આ અંગે નશાહિત પ્રવાહ વેચનારા સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશ આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી પ્રદિપસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,રાજ્યમાં જેમ દારૂબંધી માટે કડકમાં કડક કાયદો લાવે તેવી જ રીતે નાર્કોટિક્સ સંદર્ભે પણ સરકાર દ્વારા અને પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ નિકોટીન delivery system દ્વારા મળવાથી ઈ સિગરેટ ઉપર રાજ્યમાં પ્રતિબંધ મુકાશે. રાજ્યમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નંબર 14405 કાર્યરત છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ કંટ્રોલરૂમ નંબર 9978934444 વોટ્સએપ અને એસએમએસ દ્વારા માહિતી આપી શકાશે.


અમદાવાદ: છેડતીના મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ



નશાબંધીના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ


  • ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા 

  • નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે : ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે

  • ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ દ્વારા મંગાવાતી ઇ-સિગારેટ ઉપર રાજયમાં પ્રતિબંધ મુકાશે: હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ    

  • જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે : નવીન ટોલ ફ્રી નંબર પણ શરૂ કરાશે 

  • સારી કામગીરી- બાતમી આપનાર નાગરિક- અધિકારીને રીવોર્ડ આપી સન્માનિત કરાશે 

  • રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ : હુકકાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ

  • રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત  

  • સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર -  વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે