ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં ટ્રેની પીએસઆઇએ ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધા ના બનાવ થી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2017-18 પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવેલ દેવેન્દ્ર રાઠોડએ ખાનગી રિવોલ્વરથી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. દેવેન્દ્ર રાઠોડ પોતાના પરિવાર સાથે સોલાના ચાંદલોડિયામાં આવેલ રાજયોગ ડુપ્લેક્ષમાં રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે બપોરના સમયે પત્નીને તાબિયત ખરાબ છે તેમ કહી ઉપરના રૂમમાં આરામ કરવા માટે જઈ રહયા છે. એવું કહીને થોડા સમય બાદ ફાયરિંગનો આવાજ આવતા પરિવારના સભ્યો ઉપરના રૂમ પોહ્ચેએ પહેલા જ ટ્રેની પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડનો જીવ જતો રહ્યો હતો. 


આજે 31stની પાર્ટી કરનારા ચેતીને રહેજો, નહિ તો નવુ વર્ષ પડશે ભારે


[[{"fid":"197401","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PSI.jpg","field_file_image_title_text[und][0][value]":"PSI.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PSI.jpg","field_file_image_title_text[und][0][value]":"PSI.jpg"}},"link_text":false,"attributes":{"alt":"PSI.jpg","title":"PSI.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ બનાવની જાણ સોલા પોલીસને થતા સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી. તાપસ શરુ કરતા 2 થી 3 પેજની એક હાથે લખેલી સ્યુસાઇટ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં પોલીસ સૂત્રોના જણવ્યા અનુસાર સહકર્મીના ત્રાસ અને ટ્રેનિંગ સેન્ટરના એક ડીવાયએસપીના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે આ સ્યુસાઇટ નોટ કબજે કરીને વધુ તાપસ શરુ કરી છે. 


પોલીસની પ્રાથમિક તાપસમાં સામે આવ્યું છે, કે આ રિવોલ્વર ખાનગી છે. અને મૃતક પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડના સબંધીની છે. જે સવારે જ લઇને ઘરે આવ્યા હતા ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે ટ્રેનિંગમાં એવો તો શું ત્રાસ આપવામાં આવ્યો હતો. કે દેવેન્દ્ર રાઠોડને મોતને પસંદ કરવાનો વારો આવ્યો તો પોલીસ તાપસમાં શું સામે આવે છે. એ જોવું રહ્યું ?