સમીર બલોચ/મોડાસા: અરવલ્લીમાં શામળાજી પાસે દારૂ પીને બબાલ કરતા PSIનો વીડિયો વાઈરલ થતાં જિલ્લા પોલીસવડાએ દારૂ પીને બબાલ કરનાર PSI ખરાડીને સસ્પેન્ડ કરી દીધા છે. હેડક્વાર્ટર PSI એચ.જે.ખરાડીએ શામળાજી હાઈવે પર દારૂ પીને વાહન ચાલકો સાથે માથાકુટ કરી હતી. જેમાં PSIએ લોકો સાથે મારામારી અને વાહનમાં તોડફોડ પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે વાઈરલ થયેલા વીડિયોમાં PSI ખરાડી દારૂ પીને લથડિયા ખાતાં પણ નજરે જોઈ શકાતા હતા. તો ચાલકો સાથે થયેલી મારામારીમાં PSI લોહીલુહાણ પણ થયા હતા. ત્યારે આ ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇને સસ્પેન્ડ કરીને ડીવાયએસપીને સમગ્ર મામલે તપાસ સોપી છે.


વધુમાં વાંચો...ઉત્તર ગુજરાતના પાંચ શહેરો અને 177 ગામોમાં બે દિવસનો પાણી કાપ


આ પ્રકારનો મામલો સામે આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચોઓનો દોર શરૂ થયો છે. આ ઘટના સામે આવતા પોલીસને કંલકિત કરતા આ પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PSIના આ વીડિયોમાં મોટી મારામારી કરવામાં આવી હતી. જેમાં પીએસઆઇને મારમારીને ઘાયલ પણ કરવામાં આવ્યો હતો. વાહનોમાં દારૂપીને તોડફોડ કરી રહેલા અરવલ્લીના હેડક્વાર્ટર PSI એચ.જે. ખરાડીનો વીડિયો વાયરલ થયો હતો.