ગાંધીનગર : ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી જેના પરિણામની રાહ જોવામાં આવી રહી હતી આખરે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સપેક્ટરની કુલ 1382 જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. 06/03/2022 ના રોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવાઇ હતી. જેમાં 96,269 ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. તે પૈકીનાં કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ પોલીસ અધિકારીને પ્રેમિકાએ કહ્યું, હવે નાની કચ્ચી કલી મળી ગઇ એટલે મારામાં રસ જ નથી રહ્યો અને...


30/03/2022 ના રોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ પર મુકાયા હતા. નિયમાનુસાર રિચેકિંગ માટેની અરજીઓ પણ મંગાવાઇ હતી. જેના પગલે રિચેકિંગ માટે કુલ 187 અરજીઓ મળી હતી. જેના માટે જરૂરી કાર્યવાહી પુર્ણ કર્યા બાદ આજે ફાઇલન પરિણાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કટ ઓફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. PSI ની પરીક્ષા 2939 પુરૂષ ઉમેદવાર, 1313 મહિલા ઉમેદવાર 59 માજી સૈનિક તેમ કુલ 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે. 


પરિણામ જાણવા માટે અહિં ક્લિક કરો....





 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube