મયુર તડવીએ PSI નોકરી માટે આ રીતે કર્યો હતો કાંડ, લેટર પર પોતાના જ પિતરાઈનું નામ બદલ્યું
PSI Job Scam : કરાઈમાં નકલી PSI મામલે તપાસ પૂર્ણ.... પોલીસ વિભાગ પ્રેસ કોન્ફરન્સ કરી આપશે માહિતી.... આરોપી મયૂર તડવીએ હેકિંગ અને ટેમ્પરિંગ કરી લખ્યું હતું પોતાનું નામ...... ટેમ્પરિંગ કરેલા નિમણૂંક પત્રો વડોદરાથી થયા હતા ઈશ્યૂ.....
PSI Job Scam : પીએસઆઈની પોલીસ ભરતીમાં ખોટા ઉમેદવાર મયુર તડવીની પૂછપરછ શરૂ કરાઈ છે. જેમાં સામે આવ્યું કે, વિશાલ રાઠવાના નામ પર પોતાનું નામ લખી દીધું હતું. હાલમાં મયુર તડવી કરાઈ પોલીસ એકેડમી ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે. ગઈકાલે સાંજે વેરિફિકેશનમાં મયુર તડવી ઝડપાઈ ગયો હતો. ત્યારે DIG અને ઉચ્ચ અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી છે.
ગુજરાતમાં ફરી ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ઝી 24 કલાકની ટીમ સાચા ઉમેદવાર વિશાલ રાઠવાના નિવાસ સ્થાને પહોંચી હતી. જેમાં સામે આવ્યું કે વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચની એસપી ઓફિસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે કાંડે કરતાં પરિવાર પણ ચિંતામાં સરી પડ્યો છે. રાત-દિવસ મહેનત કરીને વિશાલ બિન હથિયારધારી પીએસઆઈની પરીક્ષામાં પાસ થયો હતો. માતાએ પણ વિશાલને ભણાવવામાં અથાગ મહેનત કરી હતી. પરંતુ વિશાલના નામે મયુરે મોટો કાંડ કરતાં પરિવાર પણ આઘાતમાં છે.
મયુરે કઈ રીતે કૌભાંડ આચર્યુ?
ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.
હેકિંગ અને ટેમ્પરરીંગ કરી પોલીસ વિભાગના કરાઈ ખાતે ટ્રેનિંગ દરમ્યાન ફેક કેન્ડીડેટ તરીકે મયુર કુમાર લાલજીભાઈ ચાવડાની પૂછપરછ હાથ ધરાઈ હતી.
ભરૂચના વિશાલ રાઠવાના નામ પર મયુરે પોતાનું નામ ચડાવી અને કરાઈ ખાતે ટ્રેનિંગ શરૂ કરી હતી. ગતરોજ સાંજે મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, મયુર તડવી ગેટ ઉપરથી ગૃહ વિભાગમાંથી આવેલું લિસ્ટ વેરીફાઈ કર્યા વગર ફક્ત કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવાયા હોઈ ઘૂસી ગયો હતો. જેના કારણે ફેક કોલ લેટર લઈ મયુર ચાવડા પણ ટ્રેનિંગ લેવા અંદર ઘૂસી ગયો હતો. એસટી ઉમેદવારોના લિસ્ટમાં વિશાલ ચાવડાનું ત્રીજા ક્રમ પર નામ હોય જે નામ પણ એડિટ કરી મયુરે પોતાનું નામ મયુર કુમાર લાલજીભાઈ તડવી લખી દીધેલ હોવાનું સામે આવ્યું.
વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે કાંડ કરતા સમગ્ર પરિવાર ચિંતામાં મૂકાયો છે. રાત દિવસ મહેનત કરી અને બિન હથિયારધારી પીએસઆઇની પરીક્ષામાં એસટી ઉમેદવાર તરીકેની પસંદગી પામેલ વિશાલ રાઠવાના માતાએ પણ તેને ભણાવવામાં અથાગ મહેનત કરી હોવાનું જણાવ્યુ હતું. જોકે, કરાઈ ખાતે ટ્રેનિંગમાં વિશાલ રાઠવા પણ હાજર હોઈ તેની પણ પૂછપરછ થઈ શકે છે.
ગૃહ વિભાગ કરશે તપાસ
કરાઈ તાલીમ એકેડેમીમાં બોગસ પીએસઆઇની તાલીમનો મામલો સામે આવ્યો છે. જે મામલે હવે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. ગૃહ વિભાગ દ્વારા છેલ્લા 9 દિવસથી આ મામલે તપાસ ચાલી રહી છે. છેલ્લા 9 દિવસથી રાજ્યના ગૃહ વિભાગને એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લઈ રહ્યો છે તેની જાણકારી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ વડાને નવ દિવસ પહેલા સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી. ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે ગુપ્ત રાખી સમગ્ર તપાસ કરવામાં આવી રહી હતી. જોકે તપાસ દરમિયાન માહિતી લીક થઈ ગઈ છે. ત્યારે હવે ગૃહ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માહિતી લીક કરનાર સામે પણ તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા આગામી એક-બે દિવસમાં સમગ્ર કેસ સંદર્ભે મોટો ખુલાસો કરાશે. માહિતી લીક કરનાર ગૃહ વિભાગના કર્મચારી અધિકારી સામે પણ પગલાં ભરવામા આવશે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ જેવી ઉપલી કેડરમાં પણ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.