મૌલિક ધામેચા/અમદાવાદ: PSI દેવેન્દ્ર રાઠોડનાં આપઘાત મામલે હવે SITની ટીમે તાપસ શરૂ કરી છે. PSIની અંતિમ વિધિ પૂર્ણ થતા SITની ટીમ પરિવાજનોના ઘરે પોહચી નિવેદન નોંધવાની શરૂઆત કરી લીધી છે. તો PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની તેના પિતા સહિત 5 લોકોના નિવેદન નોંધ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ અધિકારી સી.એન રાજપૂત દ્વારા DYSP પટેલ પર લગાવેલ આક્ષેપો મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા. તો જ્યારથી કરાઈના DYSP  એન.પી પટેલ સામે ફરિયાદ થઈ છે. ત્યારેથી તેઓ ભૂગર્ભમાં ઉતર્યા ગયા છે. હાલ પરિવારની માગ મુજબ ફરિયાદતો નોંધાઇ. છે પરંતુ હવે SIT ની ટીમ DYSP સામે શુ કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેલી છે.


પોરબંદર: મજબુત મનોબળતાનું ઉદાહરણ, સમુદ્ર સાથે બાથ ભરી દિવ્યાંગોએ રચ્યો ઇતિહાસ


મહત્વનું છે, કે પોલીસ પોલિસ કમિશનર દ્વારા મોડી રાત્રે ACP સી.એન રાજપુતના વડપણ હેઠણ આ કેસની તપાસ કરવામાં આવશે. જે કેસનું સુપરવિઝન ડીસીપી ક્રાઇમ દીપેન ભદ્રેનને આપવામાં આવી છે. જેની તપાસ 1 ACP, 2 PI , 4PSI દ્વારા તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે ડીજીપી શિવાનંદ ઝાએ પણ જણાવ્યું હતું કે, PSIની મોત અંગે તટષ્ઠ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને સજા કરવામાં આવશે.