ધવલ ગોકાણી, અમદાવાદઃ અમદાવાદમાં ઓગણજ પાસે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં 600 એકર જગ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બરે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે માત્ર દેશમાંથી જ નહીં વિદેશથી પણ અનેક લોકો આવ્યા છે. તો હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. અનેક લોકો પોતાના ધંધા રોજગાર છોડીને અહીં સેવા આપવા માટે પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજારો હરીભક્તો સેવામાં લાગ્યા
પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બીએપીએસ સંસ્થા દ્વારા આ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. 600 એકર જગ્યામાં નગર તૈયાર કરવામાં આવ્યું છે. અહીં પ્રમુખ સ્વામી મહારાજની 45 ફુટ ઊંચી મુર્તી, દિલ્હી અક્ષર ધામ મંદિરની રેપ્લિકા, બાલ નગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક વસ્તુ આકર્ષણ જમાવી રહી છે. દરરોજ લાખો લોકો અહીં મુલાકાત લેવા માટે આવી રહ્યાં છે. તો વિદેશથી પણ ઘણા લોકો સેવા માટે આવ્યા છે. 


કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો થોમસ નામનો યુવક સેવા માટે લંડનથી આવ્યો
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો સેવા માટે આવ્યા છે. જેમાં ગુજરાત, ભારત સહિત ઘણા હરીભક્તો સેવા માટે ખાસ વિદેશથી આવ્યા છે. પરંતુ લંડનમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલો થોમસ નામનો 25 વર્ષીય યુવક પણ ખાસ સેવા માટે અમદાવાદ આવ્યો છે. આ થોમસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. અમારી સાથે વાત કરતા થોમસે જણાવ્યું કે હું લંડનની પાસે નાના ગામડામાં રહુ છું. હું અત્યારે બીએપીએસ સંસ્થાનો સ્વયંસેવક છું. તેણે કહ્યું કે, હું 11 વર્ષનો હતો ત્યારથી મેં હિન્દુ ધર્મ વિશે જાણવાનું શરૂ કર્યું હતું. 


હિન્દુ ધર્મથી પ્રભાવિત છે થોમસ
થોમસે કહ્યું કે મને હિન્દુ ધર્મ અને હિન્દુ ઈતિહાસમાં મને ખુબ પસંદ છે. હું તે માટે સ્વામીનારાયણ સત્સંગમાં ગયો હતો. ત્યારબાદ હું સ્વામીનારાયણમાં સત્સંગી બની ગયો હતો. હું દિલ્હીમાં મહંત સ્વામી સાથે પણ રહેલો છું. થોમસે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, અહીં સેવામાં આવીને મને ખુબ આનંદ થાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અમદાવાદ આવીને મને ખુબ સારૂ લાગી રહ્યું છે. 


થોડું ગુજરાતી અને કડકળાટ હિન્દી બોલે છે
થોમસે કહ્યું કે, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું, હું ભાષા શીખી રહ્યો છું. થોમસે કહ્યુ કે, હું હિન્દી અને અરબી શીખી રહ્યો છું. થોમસ સારી રીતે હિન્દી પણ બોલે છે. તેણે કહ્યું કે, મેં હિન્દી વિદ્યાલયમાંથી ભાષા શીખી છે. હું દિલ્હીમાં પણ રહ્યો છું. તેણે કહ્યું કે હું હિન્દી ફિલ્મ જોતો અને હિન્દી ગીત સાંભળતો હતો. થોમસે કહ્યુ કે, મને હિન્દી ભાષા, ભારતનો ઈતિહાસ અને ભારતનો ધર્મ ખુબ પસંદ છું. થોમસે કહ્યુ કે, હું ભારતમાં ઘણી-ઘણી વસ્તુ શીખી રહ્યો છું. થોમસ શતાબ્દી મહોત્સવમાં ઈન્ટરનેશનલ રિસેપ્શન ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યો છું. અહીં વિદેશથી આવતા મહેમાનોની વ્યવસ્થા કરવાની હોય છે. વિદેશી હરીભક્તોને નગર વિશેની માહિતી આપવામાં આવે છે. 


થોમસે કહ્યુ કે, અહીં મને ખુબ સારૂ લાગે છે. થોમસે કહ્યું કે, મને પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામીનાયારણ ધર્મ સાથે જોડાયા બાદ મારા જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે. હું બીએપીએસ મંદિરમાં રેગ્યુલર જતો હોવ છું હું નવી નવી વસ્તુ શીખુ છું. થોમસે કહ્યું કે બીએપીએસના સંપર્કમાં આવ્યા બાદ હું શાકાહારી બની ગયો છું. હું દારૂ પીતો નથી. થોમસે કહ્યું કે ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તે વાત અહીં આવીને શીખવા મળી છે. આ ખુબ મોટી વાત છે. થોમસે કહ્યુ કે હું મહંત સ્વામી મહારાજને દિલ્હીમાં મળી ચુક્યો છું. તેણે કહ્યું કે હું ગુરૂને જ ભગવાન માનુ છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube