મૌલિક ધામેચા/અમદાવાદઃ જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા.     
  
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો મંગળવારે 13 મો દિવસ હતો. આ દિવસને પ્રમુખસ્વામીએ દેશભરમાં કરેલા વિચરણ અંગેનો સભામાં સંવાદ થયો. જ્યાં   કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ આર વી રમન્ના ઉપસ્થિત રહ્યા. સાથે જ NCP નેતા પ્રફુલ પટેલ યોગગુરુ બાબા રામદેવ વજુભાઈ વાળા, અમૂલના આર એસ સોઢી, સાંસદ નરહરિ અમીન સહિતના મહાનુભાવો પણ હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગગુરુ બાબા રામદેવે પણ આ શતાબ્દી મહોત્સવને સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ ગણાવ્યો અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે તેમ કહેતા કહ્યું કે  મેં મારી આંખોથી ૩ કુંભના દર્શન કર્યા છે. પરંતુ અહી અમદાવાદમાં ૬૦૦ એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું.


આ પણ વાંચોઃ હંમેશા સેવા કાર્ય માટે સમર્પિત પ્રમુખ સ્વામી મહારાજની જુઓ ક્યારેય ન જોયેલી તસવીરો


1000 થી વધારે વિવેકી, સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને "ગુરુમુખી" સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે.


 કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પણ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન તેમ કહેતા જ મીડિયા સાથે ગુજરાતીમાં વાતચીત કરી. અને કહ્યું કે મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું છે. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું. પ્રમુખસ્વામી મહારાજે દેશ ભક્તિમાં દેવ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી અને સમગ્ર દેશવાસીઓ સાથે હંમેશા રહેશે એવું હું દ્રઢપણે માનું છું.


આ પણ વાંચોઃ સ્પીકર બનાવો, રાજકારણ ખતમ કરી દો : શું શંકર ચૌધરી સાથે પણ રાજરમત રમાઈ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube